Back

રાજુલાના પ્રખ્યાત કથાકાર યગ્નેશભાઈ ઓઝા ની ભાગવત કથાનો ધોકડવા ગામે શુભારંભ

રાજુલાના પ્રખ્યાત કથાકાર યગ્નેશભાઈ ઓઝા ની ભાગવત કથાનો ધોકડવા ગામે શુભારંભ

તા.20 થી 26 એપ્રિલ દરમ્યાન ધોકડવા ગામે માળવી પરિવાર દ્વારા પિતૃ મોક્ષર્થે શ્રીમદ્દ ભાગવત નું આયોજન થયું છે જેમાં આજરોજ આ કથાના વક્તા અને રાજુલાના સુપ્રસિદ્ધ કથાકાર પૂ. યગ્નેશભાઈ ઓઝા દ્વારા શુભારંભ થયેલ છે તો માળવી પરિવાર દ્વારા ધર્મપ્રેમી જનતા ને લાભ લેવા અનુરોધ કરાયો છે..

આ કથામાં એક સેવાકીય પહેલ રૂપે તા.24 અને 25 એપ્રિલ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે..

સાથોસાથ રાજભા ગઢવી સહિત ના કલાકારો ના વિવિધ દિવસોમાં લોકડાયરા પણ રાખવામાં આવ્યા છે..

સવિશેષ આજે જ્યારે ધોકડવા ગામના માર્ગો પર પોથીયાત્રા નીકળી ત્યારે કથાના આયોજક પ્રજાપતિ સમાજની બહેનોએ રાજુલા પંથકના નાઘેરા આહીર સમાજનો પારંપરિક પોશાક પહેરીને લોકોના આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું...

આ પોથીયાત્રા અન્નપૂર્ણા આશ્રમ પૂ. ગણેશપુરી બાપુના આશિર્વાદ સાથે ધોકડવા ગામના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી અને ગામ આગેવાનો સહિત હજારો લોકો જોડાણા હતા તેમ રાજુલા ના શિક્ષક કાળુભાઇ વાઘ ની યાદી માં જણાવેલ છે..

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..