Back

રડીયાતા ગામે દેખાયેલા રીછે વનવિભાગને હાથતાળી આપીને જંગલમાં પલાયન…

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના રડીયાતા ગામની સીમમા રીંછ ઘુસી આવતા ગામમા દોડધામ મચી ગઈ હતી.ત્યારબાદ વનવિભાગ દ્વારા તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તે નિષ્ફળ જવા પામી હતી. અને આખરે રીંછ જંગલમાં ભાગી ગયુ હતુ.રીછ દેખાયાની વાત વહેતી થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વનવિભાગ રીંછને પકડવાની મસલત કરતા તેમા સફળતા મળી ન હતી.અને આખરે તે ધોળી ગામના જંગલમા જતુ રહ્યુ હતુ. તેવુ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યુ છે.


રિપોર્ટર જીગ્નેશ શાહ પંચમહાલ