Back

હાલોલ.હાર્દિક મામલે હાલોલ યુથ કોંગ્રેસનુ મામલતદારને આવેદન

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હાલના કૉંગ્રેસ પાર્ટીના નેતા તેમજ સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ને એક સભા દરમ્યાન એક યુવાને મંચ પર ચઢી લાફો ઝીંકી દેતા સમગ્ર ગુજરાત જ નહીં ભારતભરમાં પણ રાજકિયક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે હાલોલ યુથ કૉંગ્રેસ ના કાર્યકર્તાઓ એ હાલોલ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી હાર્દિક ને રાષ્ટ્રિય સુરક્ષા આપવા માંગણી કરી હતી

હાર્દિક પટેલ ને સુરેન્દ્રનગરના ના એક ગામમાં ચાલુ સભા દરમ્યાન મંચ પર ઘસી તરુણ મિસ્ત્રી નામના એક યુવાને સણસણતો તમાચો ચોઢી દીધો હતો આ ઘટનાથી સમગ્ર દેશના રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિઓ વાયરલ થતા હાલોલમાં પણ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન થવા પામી હતી જેમાં આ ઘટનાથી કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ ની સલામતીની ચિંતા ને લઈ શનિવારના રોજ હાલોલ યુથ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ હાલોલ મામલતદાર ઓફિસે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું

આવેદનપત્રમાં લખવામાં આવ્યું હતું કે ૧૯/૪/૨૦૧૯ ના રોજ સભા કાર્યક્રમ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના ઈશારે તરૂણ મિસ્ત્રી નામના યુવાને હાર્દિક પર ગંભીર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો વર્તમાન ભારતની ભાજપ સરકાર ગુજરાત તેમજ દેશભરમાં પોતાની હાર ભાળી ગઈ હોઇ શામ દામ ભેદ દંડ ની રાજનીતિના તમામ નુસખાઓ હાર્દિક સહિત કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર અજમાવી રહી છે હાર ભાળી ગયેલ ભાજપ કદાચ સત્તાના જોરે પૈસાના જોરે લુખ્ખા તત્વોને મોકલી ગોળી પણ મરાવી શકે છે માટે જે રાષ્ટ્રીય સુરક્ષા વડાપ્રધાન મુખ્યમંત્રી સહિતના લોકોને મળે છે તેવી જ રાષ્ટ્રીય સુરક્ષા હાર્દિક પટેલને પણ ફાળવવામાં આવી જોઈએ તેવી માંગણી હાલોલ યુથ કૉંગ્રેસે આવેદનપત્ર મારફતે કરી હતી