Back

વાંકાનેર તાલુકા ના ચંદ્રપુર ગામના લોકોએ ટાવર નું કામ બંધ કરાવ્યું

આજ રોજ વાકાનેર ના ચંદ્રપુર ગામ માં ટાવર ના ઈન્સ્ટોલેશન ને લઈને બઘાડાટી બોલી હતી .ચંદ્રપુર ગામ માં ભાટિયા સોસાયટી માં હૈદરી ચોક માં એક પ્રાઇવેટ જગ્યા પર રિલાયન્સ ના જીઓ નો ટાવર ના બાંધકામ નું કામ આજ ચાલુ થયું હતું .

જે જગ્યા એ ટાવર ઇન્સ્ટોલ થાય છે.ત્યાં બાજુમાંજ એક જ દીવાલ પર રેસિડેન્ટ હોવાથી અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી સ્થાનિક પબ્લિકએ વિરોધ નોંધાવ્યો

સ્થાનિક પુબ્લિક એ વિરોધ દર્શાવતા કહ્યું હતું કે અમારી કોઈપણ પ્રકાર ની જાણ વિના આ કામ કરવા માં આવું છે .આ કામ ની ગ્રામ સભા માં પણ નોંધ લીધા વગર કરવા માં આવું છે અને જે તે સમયે તલાટી મંત્રી અને સરપંચ એ ગ્રામ જનો ને અંધારા માં રાખી ને ના વાંધા પ્રમાણ પત્ર આપવા માં આવ્યું છે .આમ પ્રજા નો ગુસ્સો નજરે આવતો હતો 

હાલ પંચાયત ના સભ્ય હર્ષાબા અને એમના પતિ દ્વારા મામલો થાળે પાડવા મા આવ્યો અને ટીડીઓ સાહેબ એ કામ રોકાવી દીધેલ છે.અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિકો એ પોલીસ પણ બોલાવેલ અને કલેક્ટર સાહેબ સુધી મેટર પોહચેલ.હાલ કામ મોકૂફ છે અને ગ્રામજનો પણ લડી લેવાના મૂડ માં છે અને ગાંધીનગર સુધી દરવાજા ખટખટાવા તૈયારી દાખવી છે .

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..