Back

પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો.

મોરબી જિલ્લામાં આર.ટી.. અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

શૈક્ષણિક વર્ષ-જુન-૨૦૧૯ થી ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનીયમ-૨૦૧૯ તથા આર.ટી.. નિયમો-૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લાની તમામ બિનઅનુદાનિત ખાનગી પ્રથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિના મુલ્યે ૨૫% પ્રવેશ સંદર્ભે નિયામક ગાંધીનગરની તા.૨૫-૦૩-૨૦૧૯ની જાહેરાત મુજબ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫-૦૪-૨૦૧૯ હતીપરંતુ લોકસભા ચૂંટણીના કારણે કેટલાક અરજદારોને આવકના દાખલા મેળવવામાં વિલંબ થતો હોવાની રજુઆતો રીસીવિંગ સેન્ટર ખાતે મળતા શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓના હિતાર્થે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા ૧૫-૦૪-૨૦૧૯ને બદલે તા.૨૫-૦૪-૨૦૧૯ ગુરૂવાર જાહેર કરવામાં આવેલ છે. આથી યોજનાનો લાભ મેળવવા પાત્ર નબળા અને વંચિત જૂથના અરજદારોને વધુમાં વધુ ફોર્મ ભરવા વિનંતી કરવામાં આવે છે.

ઓનલાઇન ભરેલ પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી આધારો જોડી તા.૨૬-૦૪-૨૦૧૯ સુધીમાં મોરબી જિલ્લામાં અવેલ કુલ- (આઠ) રીસીવિંગ સેન્ટરો (મોરબી-, વાંકાનેર-, ટંકારા-, માળીયા-, હળવદ-) રીસીવિંગ સેન્ટર ખાતે જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન જમા કરાવવાના રહેશે. તેમજ યોજના અંગેની અધતન માહિતી મેળવવા માટે https://rte.orpgujarat.comવેબસાઇટ જોતા રહેવું

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..