Back

ગ્રાહક સુરક્ષા પ્રમુખની સરાહનીય કામગીરી.

મોરબી જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમા અવાર-નવાર  ગ્રાહક જાગૃતિના સેમિનાર યોજીને ગ્રાહક જાગૃતિ લાવવાના પ્રયત્ન કરે છે.

માણેકવાડાનાં વતની અમૃતબેન વીઠલભાઈ ધાનજા ના પતીનું અકસ્માતે મૃત્યુ થતા વીમા કંપનીએ વિમો આપવાની ના પાડેલ પરંતુ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા યુનાઈટેડ  ઇન્સ્યુરન્સ તથા રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક પર રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કરતાં પાંચ લાખ % ના વ્યાજ સહિત તથા એક હજાર ખર્ચ સાથે વીમા કંપનીને વિમો ચુકવવાનો આદેશ કરેલ છે.

આજકાલ ગ્રાહકો ચારે તરફથી છેતરાઇ છે. વાહન વિમો, મેડીકલ વિમો તથા વાહન ખરીદી અન્ય જગ્યાએ છેતરાવાનો ભોગ બને છે. ગ્રાહકના હકીકત માટે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ગ્રાહક માટે કામ કરી રહેલ છે. ગ્રાહકે પોતાના હક માટે સતત જાગૃત રહેવા અને ગ્રાહક સેવા માટે સંપર્ક કરવા પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવેલ છે.      

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..