Back

ઝઘડીયાના ભાલોદ ગામે બિરસા મુંડા પ્રતિમા તથા આંબેડકર લાઇબ્રેરીનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બી.ટી.એસ.દ્વારા ઝઘડીયાના ભાલોદમાં લાઇબ્રેરી અને બિરસા મુંડાની પ્રતિમા બનાવાશે 



ઝઘડીયાના ભાલોદ ગામે બિરસા મુંડા પ્રતિમા તથા આંબેડકર લાઇબ્રેરીનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું 


આજ રોજ ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે ધરતીઆવા બિરસામુંડાનિ પ્રતિમા થતાં બિરસા મુંડા વાડી અને ડોકટર બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરીના ખાધમુહૂરતના પ્રોગ્રામ નુ  આયોજન કરવામાં આવ્યું હતું 



ભાલોદ ઓરપટાર રોડ, સબ સ્ટેશનની બાજુમાં ટૂંક સમયમાં ભિલિસ્તાન ટાઇગર સેના દ્વારા  ભાલોદ વિસ્તારના લોકો માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામથી લાઇબ્રેરી બનાવવામાં આવશે અને આદિવાસી મસીહા અને આદિવાસી ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવસે  જે અનુસંધાને આજરોજ ભાલોદ સબ સ્ટેશનની બાજુમાં ખાતમુહુરત ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો હતુ જેમાં ડેડીયાપાડાના  ધારાસભ્ય મહેશભાઇ છોટુભાઇ વસાવા બીટીએસ રાષ્ટ્રીય સચિવ  દિલીપભાઈ વસાવા બિ.ટી.અેસ. પ્રવક્તા કિશોરભાઈ વસાવા , ઝઘડીયા તાલુકા પંચાયાત ઉપ પ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ તાલુકા પંચાયત પ્રમુખ રિતેસ ભાઇ શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઇ માસ્ટર,અને  ઈમ્તિયાઝ અલી સૈયદ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો સાથે સાથે આ પ્રોગ્રામમાં ભાલોદ તથા આજુબાજુના ગામોના સરપંચો ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 


આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ છોટુભાઇ વસાવા અે હૈદરાબાદ ગેંગરેપ અને દેશમાં જુદી જુદી જગ્યાએ વધતા જતા રેપ કેસોનિ  વાત કરી સરકારની સુરક્ષા નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને હાલની ભાજપની સરકારને આડે હાથે લીધી હતી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..