Back

રાજકોટની ત્યકતાને પીએસઆઇ બનાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર 4 દિવસના રીમાન્ડ પર

રાજકોટઃ રાજકોટમા રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી રપ વર્ષીય ત્યકતા પર ચોટીલાના ઘાંચીવાડ જમાતખાના પાસે રહેતા એઝાઝ નુરમહમદ ગઢવાળા(ઉ.વ.૩૮) નામના શખ્સે રવિરાજસિંહ તરીકે ઓળખ આપી ખોટું નામ ધારણ કરી ચોટીલા બોલાવી  અને અપહરણ કરી જઇ દુષ્કર્મ ગુજારી બે લાખની રોકડ તથા ત્રણ મોબાઇલ ફોન પડાવ્યાની યુનિવર્સિટી પોલીસમથકે ફરિયાદ નોંધાઇ છે.
ઘટનાને લઇ આરોપી એઝાઝની ધરપકડ કરી ચાર દિવસના રીમાન્ડ પર મેળવી રોકડ તથા મોબાઇલ ફોન કબજે લેવા પોલીસે કવાયત હાથ કરી છે.



રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..