Back

રાજપીપળા પાલિકા સફાઈ કામદારો ની હડતાળ સમેટાઈ : કર્મચારી મહાસંઘ ના ઊપ્રમુખે આપી આ ચીમકી...

રાજપીપળા પાલિકા સફાઈ કામદારો ની હડતાળ સમેટાઈ : કર્મચારી મહાસંઘ ના ઊપ્રમુખે આપી આ ચીમકી...

જુનેદ ખત્રી : રાજપીપળા

રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓ પગાર અને કાયમી કરવાની માંગ મુદ્દે છેલ્લા નવ દિવસથી હડતાળ પર હતા.જેને પગલે સમગ્ર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું.આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા, પ્રદેશ કોંગ્રેસના હરેશ વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ સહિત અનેક આગેવાનો એમને મળવા આવ્યા હતા પણ હડતાળ સમેટવા તેઓ તૈયાર થયા ન હતા. અંતે રાજપીપળા પાલિકા દ્વારા ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી એમનો પગાર કરાયો હતો તે છતાં કાયમી કરવાની માંગને લઈને એમણે હડતાળ ઉપર મક્કમ રહ્યા હતાં


આજે 31મી ડિસેમ્બરે ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ કિરણભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારોએ રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, માજી પ્રમુખ ભરત વસાવા અને વિપક્ષ નેતા મૂંતેઝીર ખાન શેખ સાથે નગરપાલિકા માં એક બેઠક કરી હતી.જેમાં છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં એમની કાયમી કરવાની માંગણીઓ મુદ્દે આગામી બીજી જાન્યુઆરીએ તાત્કાલિક બોર્ડ મિટિંગ બોલાવી ઠરાવ કરી સરકારમાં એ ઠરાવ મોકલવાની બાંહેધરી આપતા આ હડતાળ સમેટાઈ હતી.એ તમામ આગેવાનોએ સફાઈ કર્મીઓને આઈસ્ક્રીમ ખવડાવી પારણા કરાવ્યા ત્યારે હડતાળનો અંત આવ્યો હતો.

બોક્સ : રાજપીપળા પાલિકા C.O પોઝિટિવ નથી રહેતા એટલે જ આ સમસ્યાઓ ઉભી થાય છે:અલકેશસિંહ ગોહિલ, રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન

છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા પણ બેઠકમાં હાજર હતા,એમણે સફાઈ કર્મીઓના પ્રશ્નો ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.દરમિયાન રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે અહીંના C.O પોઝિટિવ નથી રહેતા એટલે જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

◆ સખીમંડળ ની બહેનોએ હડતાળ સમેટવા ઇનકાર કર્યો હતો ....

બેઠક બાદ હોદ્દેદારો હળતાળ ઉપર ઉતરેલા સફાઈ કર્મીઓ પાસે પારણા કરાવવા આવ્યા હતા.ત્યારે મહિલાઓનું એક જૂથ રીતસરનું ત્યાંથી ઉઠી જઈ હડતાળ ન સમેટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.અને પોતે રોષે ભરાઈ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.જો કે ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના હોદ્દેદારો અને અલકેશસિંહ ગોહિલની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

◆ બીજીએ મળનાર બોર્ડ માં શુ નિર્ણયો લેવાશે..??

રાજપીપળા પાલિકામાં બીજી જાન્યુઆરીએ બોર્ડ મિટિંગ બોલાવાશે જેમાં નિયમ મુજબ સફાઈ કામદારોની ભરતી અંગેની દરખાસ્ત, જે રોજમદાર કર્મીઓને 5 વર્ષ પૂર્ણ થયા હોય એમને ગ્રેજ્યુઇટી ચૂકવવા તથા સફાઈ કર્મીઓના બાળકો જે ભણેલા અને લાયકાત ધરાવતા હોય એમને નિમણુંક આપવા બાબતે નિર્ણય કરાશે.

બોક્ષ : જો પદાધિકારીઓ આ વખતે સફાઈ કર્મીઓ ને લોલીપોપ આપવાનો પ્રયાસ થશે તો છઠ્ઠી નું દૂધ યાદ કરાવી દેવા અમે તૈયાર છે : કિરણભાઈ સોલંકી ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘ ઉપ્રમુખ

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..