Back

રાજુલા ની મુલાકાત લેતા ડબ્લ્યુએસઓના પ્રતિનીધી અને ડીએમઓ

ન્યુજ

અમરેલી

તા 22/11/19


ડબ્લ્યુએચઓના પ્રતિનિધી અને ડીએમઓ દ્વારા રાજુલાની મુલાકાત લીધી


અમરેલી જીલ્લાના રાજુલાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા દ્વારા આરોગ્ય વિષયક સુંદર કામગીરી કરવામા આવી રહી છે ત્યારે તેમની કામગીરીના મોનીટરીગ અને સુપરવીજન માટે આરોગ્ય શાખાના ડીએમઓ ડો.એ.કે.સિંઘ સાહેબ દ્વારા રાજુલા અર્બન વિસ્તારમા ડેન્ગ્યુ કેસ અંતર્ગત મુલાકાત કરવામા આવી તેમજ લાભાર્થીની હોમ વિઝીટ કરી આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ અને આજુબાજુના વિસ્તારની મુલાકાત લઈ આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામા આવતી કામગીરીનુ નિરીક્ષણ કરવામા આવેલ તેમજ જરૂરી સુચનો આપેલ.સાથી સાથે ભાવનગર રિજીયનના ડબલ્યુએચઓના પ્રતિનિધી ડો.અશ્વિન રમણા દ્વારા સધન રસીકરણ કાર્યક્રમ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર ડુંગરના સબ સેન્ટર ડુંગર-૨ અને ડોળીયાની મુલાકાત લઈ ૦ થી ૨ વર્ષના બાળકો અને સગર્ભા માતાઓના રસીકરણ બાબતે ઘર મુલાકાત લઈ વિગતવાર માહિતી મેળવેલ.આ સમગ્ર કામગીરી દરમીયાન તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા,ડો.એમ.બી.ટાંક,ડો એન.કે.વ્યાસ,ડો.અર્જુન માઢક અને નજુભાઈ કોટીલા સહિતનો આરોગ્ય સ્ટાફ હાજર રહેલ જે યાદીમા જણાવેલ છે...



શિયાળ વિરજી

રાજુલાા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..