Back

દેવગઢ બારીઆ તાલુકા ના ગુણા ગામે રકતદાન શિબિરનું આયોજન

  પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકા ના ગુણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુણા ખાતે તા.૨૫/૧૧/૨૦૧૯ નાં રોજ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે." રકતદાન મહાદાન છે. "એ વાક્ય ને અનુસરતા રકતનુ  જીવન માં ઘણું જ મહત્વ રહેલું છે. તેથી જયારે કોઈ વ્યકિત બીમાર હોય અને તેને લોહીની જરુર હોય તો લોહી તાત્કાલિક મળી શકતું નથી. ત્યારે આવાં રકતદાન કેમ્પ માં જો કોઈ વ્યક્તિએ રકતદાન કર્યુ હોય તો એ રકત બ્લડ બેન્ક માં જમાં થાય છે અને વ્યકિતને જયારે જરૂર પડે ત્યારે  તેને રકત તાત્કાલિક મળી રહે છે. તેથી જો કોઈ વ્યકિત રકતદાન કરવા ઈચ્છતી હોય તો આ કેમ્પ માં જઈ રકતદાન કરી શકે છે. 

વાત્સલ્ય ન્યુઝ 

દેવગઢ બારીઆ