Back

જામનગર શહેરના પાંચમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

જામનગર શહેરના પાંચમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ  કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર ૧૧ થી ૧૬ માટે સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી એમ.પી.શાહ મ્યુનિસીપલ ટાઉનહોલ ખાતે તંત્રના જુદા-જુદા વિભાગમાંથી કર્મચારીઓ ઉપસ્થિત રહી લોકોના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો તુરત નિકાલ કર્યો હતો. જેનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના વિભાગો જેવા કે જન્મ મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના દાખલાઓ, પ્રોપર્ટી ટેક્ષના પ્રશ્નો, કારખાના લાયસન્સ, ટાઉન પ્લાનિંગના પાર્ટ પ્લાનશોપ લાયસન્સ,           માં અમૃતમ કાર્ડ, મમતા કાર્ડ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના અરજદારના વ્યક્તિગત રીતે પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. તેમજ સરકારીશ્રીની સેવાઓ જેવી કે આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રેશનકાર્ડ, ક્રિમિલેયર સર્ટિફિકેટજાતિનો દાખલો, પી.જી.વી.સી.એલ.(જી.ઈ.બી.) લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટિફિકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધારકાર્ડ, બેંક લોન અંગે માર્ગદર્શન વિગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર જ અનેક લોકોના પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યાં હતા તેમ નાયબ કમિશનરશ્રી જામનગર મહાનગરપાલિકાની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..