Back

ભરૂચ નગરપાલિકા કચેરી બની સમરાંગણ પ્રમુખ અને વિપક્ષી સભ્યો વચ્ચે જીભાજોડી

ભરૂચ નગરપાલિકાની સામાન્યસભામાં શાસક અને વિપક્ષ વચ્ચે જીભાજોડી થવી સામાન્ય ઘટના છે પણ શુક્રવારના રોજ એક અસામાન્ય ઘટનામાં પ્રમુખની ચેમ્બરમાં જ વિપક્ષી સભ્યો અને પાલિકા પ્રમુખ વચ્ચે ચકમક ઝરી હતી ભરૂચ શહેરમાં રખડતા ઢોરના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતની સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે નિવૃત સરકારી કર્મચારીઓએ પાલિકા કચેરી સામે ધરણા શરૂ કર્યા છે શુક્રવારના રોજ પાલિકાના વિપક્ષી નેતા અને સભ્યો સહિતનું પ્રતિનિધિ મંડળ ઉપવાસી છાવણીની મુલાકાતે ગયું હતું ઉપવાસી છાવણીમાં નિવૃત સરકારી અધિકારીઓની વાચાને સાંભળી તેઓ નગરપાલિકા પ્રમુખને રજૂઆત માટે ગયાં હતાં રજૂઆત દરમિયાન વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદ તથા કોંગી નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા અને પાલિકા પ્રમુખ વચ્ચે શાબ્દિક ચકમક ઝરતાં વાતાવરણ તંગ બની ગયું હતું શાસકો અને વિપક્ષોએ એકબીજા પર દોષારોપણ કર્યું હતું

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..