Back

ગોધરા કલેકટર કંમ્પાઉન્ડ સ્થિત આર.ટી.ઓ.કચેરીઓમાં ચાલતો લોલમલોલ વહીવટ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા શહેરના કલેકટર કંમ્પાઉન્ડ ખાતે કાર્યરત આર.ટી.ઓ. કચેરીઓમાં વચેટીયાઓ એવા આર.ટી.ઓ એજન્ટોની બોલબાલા દુસ્કે ને ભુસ્કે દિવસે દિવસે વધી રહી છે.ત્યારે ચોકવાનારી વાતએ કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા  આર.ટી.ઓ.કચેરીઓ હસ્તકની સંપૂર્ણ કામગીરીમાં પ્રજાને ખુબ સરળતા મળે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા આર.ટી.ઓ.કચેરીઓમાં ઓનલાઇન એટલે કે ઇન્ટરનેટના માઘ્યમથી લાઇસન્સ,રેન્યુ લાઇસન્સ,આર.સી.બુક  વગેરે પ્રકારની કામગીરી ઓનલાઇન કરવાના આદેશો અમલમાં મુકવામાં આવેલ છે.ગોધરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવતા નાગરિકો જેવા કે મજુરીયાત વર્ગ તેમજ સધન અભણતા ધરાવતા નાગરિકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે રહયો છે.એટલે કે એક નવીન લાઇન્સ પ્રાપ્ત કરવા માટે ગોધરા શહેર અથવા આાસપાસના વિસ્તારોમાંથી આવતા નાગરિકોને ગોધરા કલેકટર કંમ્પાઉન્ડ ખાતે કાર્યરત આર.ટી.ઓ. કચેરીના મુખ્ય  દ્વાર પાસે લાંબી લાંબી કટારોમાં ઉભા રહેવાનો વાળો આવે છે.ત્યારે બીજી તરફ આર.ટી.ઓ.કચેરીના આસપાસ ફરતા અરજદાર નાગરિકોને એકત્રિત કરનાર આર.ટી.ઓ.એન્જટો લાચાર,નિરાધાર અને સધળી અજ્ઞાનતા ધરાવતા નાગરિકોને બેફામ રીતે  નાણાંકીય રકમ પ્રાપ્ત કરવા માટે સરકાર દ્વારા  નકકી કરેલ રકમ કરતા બમણી રકમ લઇ મનસવી પ્રઘ્ધતિઓ અપનાવી પંચમહાલ જિલ્લાના નાગરિકોને આર્થિક ક્ષેત્રે પાયમાલ કરવાના ષડયંત્રો ગોધરા શહેર આર.ટી.ઓ.કચેરી ખાતે કંઇને કંઇ રચાય રહયા હોય તેમ લોકમુર્ખે ચર્ચાઓ જોર પકડયું છે.એક તરફ ગુજરાત સરકાર અનેક નવતર પ્રયત્નો કરી,નાગરિકોને સરળતા પૂર્વક નવીન લાઇન્સ,આરસીબુક,એચ.એચ.આર.નંબર પ્લેટ,વગેરે પ્રકારની સુવિધા પુરી પાડવા માટે વર્તમાન સરકાર અનેક પ્રયાસો કરવામાં અગ્રેસર જોવાઈ રહી  છે.ત્યારે બીજી તરફ તેનું ઉલ્લધન કરી એજન્ટો દ્વારા નિરધારીત રકમ કરતા બમણી રકમ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓના આધારે નાગરિકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનો વાળો આવ્યો  છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા સમાહર્તા સધન અભણતા ધરાવતા નાગરિકોની વેદનાઓને હલ કરવામાં મદદરૂપ થશે કે કેમ ? એ એક મહત્વની વાત છે.             

રિપોર્ટર, અબ્દુલ્લાહ પંજાબી ગોધરા

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..