Back

ઝઘડિયા ના વાસણા ગામની સીમ મા દીપડો દેખતા વનવિભાગ ની ટીમ ને જાણ કરતા વનવિભાગ ની ટીમ

ઝઘડીયા....  21/11/19


ઝઘડીયા તાલુકાના વાસણા ગામની ખેતરની સીમમાં દિપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી.


કેટલાક સમયથી દિપડો દેખાદેતા લોકો ભયનામોહોલમા જીવતા હતા.


આ સંદર્ભે વન વિભાગ દ્વારા દિપડાને રેસ્ક્યુ કરવા માટે છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ દિપડો પાંજરે પુરાતા તંત્ર તેમજ લોકો એ હાશકારો લીધો હતો.

છેલ્લા વન વિભાગ દ્વારા 4 જેટલા દિપડાઓનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.


ઝઘડીયા તાલુકાના વાસણા ગામની સીમમાં છેલ્લા 15 દિવસથી દિપડો દેખાદેતા મહેશભાઈ સી વસાવા એ વન વિભાગની કચેરી એ જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવાની કાયઁવાહી પાંજરૂ મુકી કરવામાં આવી હતી.

વાયુ વેગે વાત વાસણા ગામમાં વાત ફેલાતા લોકોમાં ભયનો મોહોલ જોવા મળ્યો હતો. 

દિપડાને રેસ્ક્યુ કરવા માટે  વન વન વિભાગની ટીમ દ્વારા  દિપડાને પકડવા જહેમત ઉઠાવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દિપડો હાથતાળી આપતો હતો. જેથી વન વિભાગ દ્વારા પાંજરા મુકાતા આજરોજ વહેલી સવારે દિપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા પાંજરે પૂરાયેલા દિપડાનો કબજો લીધો હતો.

આ સંદર્ભે વન વિભાગ દ્વારા પ્રાપ્ત માહીતી અનુસાર  આ દિપડાની ઉમર લગભગ અંદાજીત 5 થી 7 વષઁની હોવાનુ  જણાય આવ્યુ હતુ. છેલ્લા કેટલાક સમયથી દિપડાને રેસ્ક્યુ કરવા માટે વન વિભાગે કમરકસી રહી હતી. 

હાલ દિપડા ઉપર ચીપ ફીટ કરી  દિપડાને સુરક્ષિત જગ્યાએ છોડવની વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી.રિપોર્ટ : ઈરફાન ખત્રી  

રાજપારડી / ઝઘડીયા

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..