Back

જી.એમ.ડી.સી. લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી મશીન માં આગ

જી.એમ.ડી.સી. લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી મશીન માં આગ 


ભરુચ જિલ્લાના ઝગડીયા તાલુકાના રાજપારડી ગામ ખાતે આવેલ જી.એમ.ડી.સી. નાં લિગ્નાઇટ પ્રોજેકટમાં કોલસાનું વહન કરવામાં આવે છે. જયારે ગઇકાલે બપોરનાં સમયે કોલસા ભરતી વખતે જે.સી.બી. મશીનમાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી  આ આગ ના પગલે નજીકનાં કોલસાના ઢગલામાં પણ સામાન્ય આગ લાગતાં તેની જાણ જીએમડીસી નાં અધિકારીઓને થતાં તેઓ ધટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડ ને જાણ કરતા એક ફાયર બ્રિગેડ દોડી આવી   પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આ દુધટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.



રિપોર્ટ : ઈરફાન ખત્રી 

રાજપારડી / ઝઘડિયા

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..