Back

ડાંગ ડિસ્ટ્રીક્ટ એડવાઈઝરી કમિટિની બેઠકમાં દિકરીઓની સંખ્યા વધે તેવા પ્રયાસ હાથ ધરવા ચિંતન કરાયું

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ
ડાંગ ડિસ્ટ્રીક્ટ એડવાઈઝરી કમિટિની બેઠકમાં બેટી બચાવો’ અભિયાન ચાલુ રાખી દિકરીઓની સંખ્યા વધે તેવા પ્રયાસ હાથ ધરવા ચિંતન કરાયું 
ડાંગ.આહવાઃ તાઃ ૨૧ઃ જિલ્લા પંચાયત, આહવા ( આરોગ્ય શાખા) ખાતે નારી અદાલત એડવોકેટ શ્રી સુનિતાબેન બાગુલ ના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ એડવાઈઝરી કમિટિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત મીટીંગની સમીક્ષા,મેટરનીટી હોમના નવા રજીસ્ટ્રેશન બાબત, The PC & PNDT એકટ અંતર્ગત જિલ્લામાં સંલગ્ન તમામ સંસ્થાઓની દર માસે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત લેવાય તથા સોનોગ્રાફી મશીનનું વેરીફીકેશન ચેકલીસ્ટ ભરવામાં આવે અને જિલ્લા આરોગ્ય કચેરીમાં જમા કરાવવામાં આવે તેમજ PC & PNDT એકટ અંતર્ગત સંલગ્ન સંસ્થાઓમાં કોઇ પ્રશ્નો હોય તો તે બાબતની સમીક્ષા અને અધ્યક્ષ સ્થાને થી રજુ થતા મુઘ્દાઓની ચર્ચા હાથ ધરાઇ હતી.

આ બેઠકમાં ડાંગમાં વર્ષ ૨૦૧૧ માં જિલ્લાનો સેક્સ રેશિયો ૧૦૦૨ હતો. જે હાલ વર્ષ ૨૦૧૯ માં ૯૩૪ એ પહોંચી જવા પામ્યો છે. જેને ધ્યાને લઇ ભવિષ્યમાં ‛બેટી બચાવો’ અભિયાન ચાલુ રાખી દિકરીઓની સંખ્યા વધે તેવા પ્રયાસ હાથ ધરવા ચિંતન કરાયું હતું.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.સંજય શાહે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કુલ ૩ સોનોગ્રાફી મશીન ધરાવતી સંસ્થા છે.(૧) જનરલ હોસ્પિટલ-આહવા (ર) સામુહિક આરોગ્ય કેન્દ્ર-વધઈ અને દિવ્ય છાયા ડિસ્પેન્સરી-સુબિર. આ સંસ્થાઓમાં સોનોગ્રાફીના Form-F માં સંપૂર્ણ વિગત ભરી ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની સૂચના આપી હતી.

આ બેઠકમાં સા.આ.કે.વધઈના ગાયનેકોલોજીસ્ટ ર્ડા.અર્ચના યુ.શિન્દે,સિવીલ હોસ્પિટલ,આહવાના ગાયનેકોલોજીસ્ટ ર્ડા.ધારા બી.પટેલ,પી.સી.એન્ડ પી.એન.ડી.ટી પ્રોગ્રામ આસીસ્ટન્ટ પટેલ ઉમાકાન્ત,સામાજીક કાર્યકર ગાંડાભાઈ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..