Back

ગીર સોમનાથ ખાતે ૨૧ નવેમ્બર વિશ્વ માછીમારી દિવસની ઉજવણી કરવામાં આવી

ગીર સોમનાથ : રિલાયન્સ ફાઉન્ડેશન અને ફીસરીજ કોલેજના સયુંકત ઉપક્રમે ૨૧ નવેમ્બર વિશ્વ માછીમારી  દિવાસની ઉજવણી કરવામાં આવી હતી .

વિશ્વમાં ભારત ને ૮૦૦૦ કી.મીનો દરિયા કિનારો  મળ્યો છે ત્યારે માછીમારી એક મોટો વ્યવસાઈ છે.

તેમજ આ વ્યવસાઈથી મોટાપ્રમાણ માં મત્સ્ય ઉધોગમાં રોકાયેલ વ્યક્તિઓ છે.

આજે  ભારતના માછીમારો વિશ્વના માછીબજારમાં ટકી રહે તેમજ વધુ માછીમારી કરી શકે અને સારી આવક મેળવી ને સમૃદ્ધ થઈ શકે તે માટે આજના દિવસે  ખાસ  કાર્યક્રમ યોજાયો  હતો.

આ દિવસ ને યાદગાર બનાવવા  માટે ખાસ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માછીમારોને ઉપીયોગમાં આવે તેવી  ટેકનોલોજીથી બનાવેલ માછલી એપ્પનું પ્રેઝન્ટેશન અને લોન્ચિંગ કરવામાં આવ્યુ  હતુ.

આ એપ્પ પવન ની ઝડપ મોજાની ઉંચાઈ અને માછલીનું લોકેશન માટે કામ કરે છે

આ સાથે તેમાં મોટા ભાગના દરિયાલ બંદરોની માહિતી  તેના નામ જોગ કરવામાં આવી છે.

જેથી માછીમારો માછીમારી કરવા જતી વખતે ઉપીયોગી બને છે.

આ માછલી એપ્પ લોન્ચિંગના કાર્યક્રમમાં ડો. વાઈ. દેસાઈ પ્રિન્સિપાલ અને ડીન ફિસરીજ કોલેજ તુષાર પુરોહિત આસિસ્ટન્ટ ડિરેક્ટર ફિસરીજ વેરાવળ તુષારભાઈ કોઠીયા, રાજનકુમાર સાયન્ટિસ્ટ, તેમજ બોટએસોસિયેશન પ્રમુખો, ખારવા સમાજ પ્રમુખો તેમજ કોલેજ સ્ટાફ અને સ્ટુડન્ટ હજાર રહ્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218