Back

અરવલ્લી જિલ્લામાં કમૌસમ માવઠાથી બાર હજાર જેટલા હેક્ટરમાં કપાસની ખેતીને ભારે નુકસાન

અહેવાલ ભરતસિંહ ઠાકોર વાત્સલ્ય ન્યૂઝ મેઘરજ

અરવલ્લી જિલ્લામાં 32 હજાર હેક્ટરમાં કરાયેલા કપાસની વાવેતરની સામે 12 હજાર હેકટરમાં કપાસના પાકને વ્યાપક નુકસાન થયેલ છે

જેમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે આ વર્ષે ગત ચોમાસામાં ચક્રવાતની ભારી વરસાદને કારણે ખેતી ના તમામ પાકને ભારે નુકસાન થયેલ છે

તથા વરસાદી માવઠા આજ દિન સુધી ચાલુ છે માવઠાને લઈ કપાસના પાકમાં ભારે નુકસાન થવા પામેલ છે મોંઘા ભાવના ખાતર બિયારણ દવા અને મહેનત પર ખેડૂતોના પાણી ફરી વળ્યા છે

અને ખેડૂતોની મહેનત પણ પાણીમાં ગઈ છે સરકાર દ્વારા નુકસાની માટે સર્વે કરવાની મોટાપાયે સરકારી જાહેરાત કરાઈ હોવા છતાં તંત્ર દિન સુધી ખેડૂતો પાસે પહોંચ્યું નથી

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..