Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલ જંગલ સફારી માં ત્રણ વિદેશી જાનવરોના મોતને લઈને ખળભળાટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલ જંગલ સફારી માં ત્રણ વિદેશી જાનવરોના મોતને લઈને ખળભળાટ



વિદેશી પ્રાણીઓના મોત થી વન વિભાગ માં દોડધામ ત્રણ વિદેશી પ્રાણીઓના મોત ની કબુલાત, વધુ ટિમો નિરીક્ષણ માટે લગાવી


રાજપીપળા : જુનેદ ખત્રી


સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલ જંગલ સફારી માં ત્રણ વિદેશી જાનવરોના મોતને લઈને ખળભળાટ મચી ગયો છે. જોકે વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી પીએમ કરાવી આ પ્રાણીઓને અગ્નિદાહ આપવા માં આવ્યો હતો. જોકે આ પશુઓના મોત નું કારણ જાણી શકાયું નથી પરંતુ હાલ વહીવટી તંત્ર દ્વારા પી.એમ રિપોર્ટ બાદ જાણવા મળશે કે આ જાનવરો ની મોત કેવી રીતે થઈ.


કેવડિયા ખાતે 375 એક્ટર માં બની રહેલ જંગલ સફારી વિવિધ 6 ઝોન માં બનાવવા માં આવી રહ્યું છે. હાલ દેશ વિદેશ થી લગભગ 1800 જેટલા પસું પક્ષીઓ લાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને આફ્રિકન જીરાફ,એમ્પાલા, ઓસ્ટ્રેલિયા થી આલ્ફા લામા, કાંગારૂ સહિત વિદેશી પક્ષી ઓ પણ લાવવામાં આવ્યા જેમના ખોરાકથી લઈ મિનરલ પાણી સુધી ની કાળજી લેવાતી હતી. પ્રતિ મિનિટ આ તમામ પશુઓ પક્ષીઓ વેટરનરી ઓફિસરો ની ટિમ અને ટ્રેનર ની નિગરાણીમાં રહેવા છતાં વાતાવરણ ની અસર ને લઈને એક પછી એક એમ્પાલા ની મૃત્યુ થયા જેની સ્થાનિક સફાસરી પાર્ક ની ટીમે અંતિમ વિધિ કરી બાદમાં હાલ જીરાફ ની મૃત્યુ થઈ. જેથી વન વિભાગ દ્વારા જેનું વેટરનરી ડોક્ટરો દ્વારા પી.એમ કરી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. જૉકે હાલ અન્ય પ્રાણીઓ સ્વસ્થ છે. અને પ્રત્યેક મિનિટે તેમની પર વોચ રાખવામાં આવી રહ્યો છે. 

હાલ તંત્ર અન્ય પ્રાણીઓની માવજત પર ફોકસ કરી રહ્યા છે. પરંતુ એ ઉલેખનિય છે કે અન્ય પશુઓ પક્ષીઓ પણ આ વાતાવરણ ને અનુકૂળ રહી શકતા નથી જેથી કાળજી હજુ રાખવી જરૂરી બની છે. 


નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..