Back

પંચમહાલ RR સેલ અને દાહોદ LCBનુ સંયૂકત ઓપરેશનમાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ અને આધારકાર્ડનો પદાર્ફાશ કરાયો. જાણો વધુ

પંચમહાલ.

રિપોર્ટર. કાદિરદાઢી




પંચમહાલ જીલ્લા આર. આર. સેલ.અને દાહોદ જીલ્લા એલ.સી.બી.પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે  ડુપ્લીકેટ  વાહનો ના ડ્રાંઇવિંગ લાઇસન્સ તેમજ ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ કરી એક આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો જેની પાસે થી 33 ડુપ્લીકેટ ડ્રાંઇવિંગ લાઇસન્સ તેમજ 9 આધાર કાર્ડ મળી આવ્યા હતા પકડાયેલ આરોપી ગાંધીનગર ખાતેથી ડુપ્લીકેટ લાઇસન્સ બનાવતો હોવાનું ખુલતા તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે 

      પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા આર. આર. સેલ તેમજ દાહોદ જીલ્લા એલ.સી.બી પોલીસ મિલકત સંબંધી ગુનાઓ સંદર્ભે દાહોદ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન પંચમહાલ જીલ્લા આર. આર. સેલના માણસોને વિશ્વનિય સુત્રો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ ઝાલોદ સુખસર રોડ પર આવેલ લખણપુર જવાની ટેકરી ચોકડી તરફ વાહનના ડુપ્લીકેટ લાઇસન્સ લઈને કોઈને આપવા આવી રહયો છે જે બાતમીના આધારે આર. આર.સેલ ના પોલીસ કર્મીઓ હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ,ઘનશ્યામભાઈ પૂંજાભાઈ,મારુતિસિંહ ભીમસિંહ,તેમજ એલ.સી.બી. ના પોલીસ કર્મીઓ નિલેશભાઈ ગલુભાઈ,નિતેષ કુમાર કનુભાઈ,છત્રસિંહ કોદરભાઈ, જયેશકુમાર શાંતિલાલ,પ્રદીપભાઈ ભીખુભાઇ,નાઓએ બાતમીવાળી જગ્યાએથી મીનેશભાઈ ગજુભાઈ ચારેલ,રહે.લખણપુર માતા ફળિયું.તા ફતેપુરા.જી.દાહોદનાઓ ઝડપાઇ જવા પામેલ જેની પાસેથી પોલીસને 33 નંગ વાહનોના ડુપ્લીકેટ ડ્રાંઇવિંગ લાઇસન્સ તેમજ 9 નંગ આધાર કાર્ડ મળી આવેલ તેમજ એક પીળા કલરનું કવર મળી આવેલ જેની ઉપર ભારતીય ડાક ઘર નું રજીસ્ટર્ડ એડી કરેલ માર્ક કરેલ હતું જે કવર પર અજિતકુમાર નૂનસારામ  હાઉસ નં.272 બ્રાહ્મન વાસ ઇન્દ્રોડા. ગાંધીનગરનું સરનામું લખેલ હતું ઉપરોક્ત કવરમાંથી પોલીસને 33 પૈકી  28 ડુપ્લીકેટ લાઇસન્સ મળી આવ્યા  હતા.જેમાં તેની પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા તેમજ કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો.હતો જોકે આ કોભાંડમાં અમરેન્દ્રકુમાર યોગેન્દ્રપ્રસાદ પટેલ(પ્રસાદ) રહે.બોરીજ ગાંધીનગર.અને બબલુસિંગ નામનો અન્ય એક ઈસમ સહિત આ ત્રણેય ભેગા મિલીભગત થી લોકોને વિશ્વાસમાં લઈ વાહનોના ડુપ્લીકેટ લાઇસન્સ તેમજ આધાર કાર્ડ બનાવતા હતા જોકે બન્ને જીલ્લાના પોલીસ કર્મીઓને આ કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

      આ સમગ્ર કૌભાંડમાં એક  આરોપી રંગે હાથે ઝડપાતા અન્ય નામો ખુલવા પામ્યા હતા જેમાં ગાંધીનગર ખાતેથી આ નેટવર્કનું સંચાલન થતું હોવાની શક્યતાઓ જોવાતા તપાસ ગાંધીનગર સુધી લંબાશે તે જોવાઈ રહ્યું છે જ્યારે અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા પોલિસે કવાયત હાથ ધરી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..