Back

વિજાપુર ઘઉ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતો સાથે વિચાર વિમર્શ નો કાર્યક્રમ યોજાયો


વિજાપુર ઘઉં સંશોધન કેન્દ્ર ખાતે ખેડુતો ના વિચાર વિમર્શ અંતર્ગત મીટિંગ મળી

વિજાપુર તા ૨૦ નવેમ્બર ૨૦૧૯ બુધવાર

સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સીડ વીલેજ યોજના અંતર્ગત  વિજાપુર તાલુકાના ઘઉ સંશોધન કેન્દ્ર ખાતે ઘઉંની બજાર વ્યવસ્થા ની માર્ગદર્શન અંગે ખેડૂતો, સહકારી મંડળીઓ અને એગ્રો પ્રોસેસર, APMC ના હોદ્દેદારો  સાથે ચર્ચા વિમર્શ કરવા માટે ની  સભા તા.૧૯.૧૧.૨૦૧૯ના રોજ રાખવામાં આવી હતી. આ ચર્ચા વિમર્શ ની સભામાં વિજાપુર તાલુકાના ૧૦ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં થી પ્રગતીશીલ ખેડૂતો, સહકારી મંડળીના સભ્યો તેમજ પ્રતિનિધિઓ, વિસ્તારના એગ્રો પ્રોસેસર યુનિટના સંચાલકો, તેમજ APMCના હોદ્દેદારો, ઘઉં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકઓ તથા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વગેરે  ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો  આ ચર્ચા સભામાંખેતીવાડી ખાતાના  રાજ્યકક્ષાએ    થી અનિલભાઇ પટેલ, તેમજ સંયુક્ત ખેતી નિયામક (યાંત્રિક) દ્વારા ઘઉં પાકની બજારની માંગ અનુસારનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવાના અગત્યના મુદ્દા, ગ્રાહકોની માંગ અનુસાર ઘઉંનું ઉત્પાદન અને ઘઉંનું પ્રોસેસીંગ, નિકાસલક્ષી ઉત્પાદન મેળવવા તેમજ ઘઉંનું ઉત્પાદન કરતા ખેડૂતો દ્વારા સ્થાનિક પ્રોસેસીંગ યુનિટ અને સહકારી મંડળીઓના સહયોગથી તથા સરકારની યોજનાઓના સંકલનથી બાય બેક કરારના ધોરણે ઉત્પાદન અને વેચાણની કામગીરી બાબતે વિચાર પરામર્શ કર્યો હતો.તેમજ  સભામાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યક્રમના હેતુ અને આગામી સમયમાં કામગીરીનું આયોજન અંગેનો માર્ગદર્શન રજુ કર્યું હતું. સાથોસાથ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.એ.એ.પટેલ દ્વારા જરૂરી મર્ગદર્શન પણ પુરૂ પાડ્યુ હતું. આ કાર્યક્રમ હેઠળ ચાલુ રવિ-૨૦૧૯ની રૂતુમાં ઘઉં પાક માટે સીડ વિલેજ યોજના અને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન- ઘઉં યોજનાના વિવિધ ઘટકોનો સમન્યવ કરી અને આ યોજના થકી ખેડૂતોને સહકારી મંડળીઓ મારફતે લાભાન્વીત કરી અને તમામ સ્ટેકહોલ્ડર્સના સહયોગથી ઘઉંની બજાર વ્યવસ્થા અંગે નવેમ્બર માસના અંતિત એકશન પ્લાન ઘડી કાઢવાનું આયોજન કરેલ છે. તે ની વિગતો પુરી પાડી હતી

આ કાર્યક્રમમાં હાજર ખેડૂતો, સહકારી મંડળીના પ્રતિનિધિઓએ, તેમજ APMC ના હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવી, જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધી જય પટેલ મદદનીશ ખેતી નિયામકે પુરી પાડી હતી. 

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..