Back

રાજપીપળા શહેર ના અમુક વિસ્તારોમાં પાણીનો કકળાટ જ્યારે અમુક જગ્યા પર વેડફાટ..!!

રાજપીપળા શહેર ના અમુક વિસ્તારોમાં પાણીનો કકળાટ જ્યારે અમુક જગ્યા પર વેડફાટ..!!



વિસાવાગા,સોનીવાડ જેવા કેટલાક વિસ્તારો માં વર્ષો થી પૂરતું પાણી મળતું નથી જેની સામે અન્ય જગ્યા પર  હજારો લીટર પાણી રોડ પર વહી જાય છે.



રાજપીપળા : જુનેદ ખત્રી


રાજપીપળા શહેર આ અગાઉ કરતા ઘણા વિસ્તારો માં પાણી ના નવા બોર બન્યા છતાં સોનિવાડ વિસાવાગા જેવા કેટલાક વિસ્તારોમાં હજુ પીવાના પાણી ની તકલીફ ત્યાં ની ત્યાંજ હોય તેની સામે અમુક જગ્યા પર પાણીના વાલ માંથી રોજીંદુ હજારો લીટર પાણી રોડ ઉપર વહી જતું જણાય છે.



રાજપીપળા શહેર ના સોનિવાડ,વિસાવાગા સહિત ના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વર્ષો થી પીવાના પાણી ની કટોકટી હોય વારંવાર આ માટે રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈ નક્કર પરિણામ મળ્યું નથી જ્યારે અમુક એવા પણ વિસ્તારો છે જ્યાં અધધ પાણી આવે છે અને એ નળો ચાલુ રખાતા માર્ગ ઉપર રેલમછેલ થતું જોવા મળે છે તદુપરાંત સફેદ ટાવર જેવા અમુક વિસ્તાર માં પાણીના લીકેજ વાલ માંથી પણ હજારો લીટર પાણી રોડ પર વહી જતું હોય કહી ખુશી કહી ગમ જેવી હાલત ઉભી થઇ છે જોકે આ માટે જ્યારે રજૂઆતો કરવામાં આવી છે ત્યારે મરામત કરાય છે પરંતુ ફક્ત થિંગડા મારવાના કારણે ફરી સ્તીથી ત્યાં ની ત્યાંજ જોવા મળે છે માટે જે વિસ્તારો માં વર્ષો થી પાણીનો કકળાટ છે ત્યાં પૂરતું પાણી મળે અને લીકેજ વાલો કે અન્ય લાઈનો ની યોગ્ય મરામત થાય તેવી માંગ ઉઠી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..