Back

રાજુલામા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સંકલન સમિતિની મીટીંગ યોજાઈ

ન્યુજ

અમરેલી


રાજુલામા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સંકલન સમિતીની મિટીગ યોજાઈ


રાજુલા પ્રાંત કચેરી ખાતે માન.પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સંકલન સમિતીની મિટીગ યોજાઇ.જેમા પ્રાંત અધિકારી ડાભી સાહેબ દ્વારા હેલ્થી ચિલ્ડ્રન-હેલ્થી ઈન્ડીયાના સુત્રને સાકાર કરવા તમામ બાળકોને આવરી લઈને તમામ વિભાગનો સહયોગ આરોગ્ય વિભાગને મળી રહે અને કામગીરી કરવા સુચનો કરેલ...

તેમજ તા.૨૫/૧૧/૧૯ થી ૩૦/૦૧/૨૦ દરમીયાન સ્કુલ હેલ્થ પ્રોગ્રામમા રાજુલાના ૫૨૦૦૦+ બાળકોના આરોગ્ય તપાસણી બાબતે હાજર સમિતીના સભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામા આવી.સ્કુલ હેલ્થ પ્રોગ્રામમા ૦ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો,૧ થી ૧૨ ધોરણના વિધાર્થીઓ,૦ થી ૧૮ વર્ષના શાળાએ ન જતા બાળકો અને આશ્રમ શાળાના બાળકોની તપાસ થશે તેમજ આ દરમીયાન જેમને સુપરસ્પેશયાલીટી સારવારની જરૂર પડશે તેમને સંદર્ભ સેવા દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવશે.મિટીગમા પ્રાંત અધિકારી ડાભી સાહેબ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા,સીડીપીઓ નીતાબેન વ્યાસ અને ડો.નિકુંજ દવે સહિતના સમિતિના સભ્યો હાજર રહેલ જે યાદીમા જણાવેલ છે...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..