Back

ડાંગ.વઘઇ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયમાં ગ્રંથ સપ્તાહની પુર્ણાહુતી

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

સરકારી તાલુકા પુસ્તકાલય વઘઇમાં રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી પ્રસંગે સ્પર્ધાત્મક પરીક્ષા ને લગતી પેપર લક્ષી ટેસ્ટ નિબંધ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
અત્રેની કચેરી સરકારી તાલુકા પુસ્તકાલય વઘઇમાં પ્રતિવર્ષ 14થી 20 નવેમ્બર દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને તેઓના વાંચન ની જાગરૂકતા લાવવા માટે વિવિધ પ્રકારના અનેક અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પરીક્ષાલક્ષી તૈયારી કરતા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો બાળકો માટે સ્પર્ધાત્મક સાહિત્ય ની તૈયારી કરતા થા ભાઈ બહેનો માટે ગ્રંથાલયમાં વસાવવામાં આવેલ પરીક્ષાલક્ષી સાહિત્ય ના પુસ્તકોનુ વાંચન રાખવામાં આવેલ હતું અને ત્યાર બાદ આગામી ગૌણ સેવા પસંદગી મંડળ ની પરિક્ષા લક્ષી ટેસ્ટ પેપર કરવામાં આવેલ છે આ પ્રસંગે મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી સુરત વિભાગના અધિકારી શ્રી દિનેશભાઈ પટેલ અને રારારા લાફા
કલકત્તાથી ગ્રંથાલયને કોમ્પ્યુટર બુક્સ અને ફર્નિચર સહિત વિવિધ મેચિંગ નોન મેચિંગ સહાય પૂરી પાડવામાં આવે છે તેના ક્ષેત્રીય ઓડિટ કર્તા શ્રી દિપેનભાઇ ચક્રબતી સાહેબ શ્રી ની ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને આગળ વધવાની પ્રેરણા આપી તથા ટાટની પરીક્ષા પાસ કરનાર શેખર ભાઈ પરમાર જેવા મહેનતુ વિદ્યાર્થી ઓ નો દાખલો આપી મહેનત કરવા પ્રેરાયા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વામી વિવેકાનંદના પુસ્તકો થી ગ્રંથપાલ તથા વાચકગણ તરફથી વિદ્યાર્થીઓ શ્રી શિખર પરમાર તરફથી સ્વાગત કરવામાં આવ્યું
આ ઉપરાંત જ્ઞાનદિપ વિદ્યામંદિર વઘઇ સ્વચ્છતા અભિયાન ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૩૦ જેટલા બાળકો ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે ગીરજલી ઝીલકુમારી એન. બીજા ક્રમે પટેલ જીયાબેન વી અને ત્રીજા ક્રમે ખુરકુટીયા પ્રિયાંશી જી.ના નિબંધ ઉર્તિણ રહ્યા હતા તેમજ પાણી બચાવો ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચાર થી પાંચ જેટલા બાળકો પાંચ ગ્રુપમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે જે.પી.કે.બીજા ક્રમે છે એ.કે .ગ્રુપ અને ત્રીજા ક્રમે આર.પી .ગ્રુપની રંગોલી સારી હોય શ્રેષ્ટ ક્રમાંક આપવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગ્રંથપાલ શ્રી દયારામભાઈ લાડે કર્યું હતું આ પ્રસંગે કાર્યક્રમની સફળતા માટે આઇ. ટી.આઇ.તથા જ્ઞાનદિપ વિદ્યામંદિર વઘઇ ના આચાર્ય અને બાળકોનો આભાર માનવામાં આવ્યો

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..