Back

ડાંગ.માધ્યમિક અને ઉચ્ચતર મા.ધો.12 વિજ્ઞાન પ્રવાહ વિધાર્થીઓ માટે પરિક્ષા પરિપત્ર પ્રસિધ્ધ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા વિધાર્થીઓ વાલીઓ તેમજ શાળાના શિક્ષકોની જાણ માટે પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવે છે
નીચે મુજબ અચૂક નોંધ લેવી - ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા

(1) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ઉ.માં.પ્ર. પરીક્ષા માર્ચ 1019માં આવેદનપત્ર ભરેલ હોય અને પ્રવેશિકા મળ્યા બાદ (NC) No. CANDIDATE કરાવેલ હોય તેવા સેમેસ્ટર પદ્ધતિ સિવાયના વિદ્યાર્થીઓ માર્ચ 2020 માં જુના અભ્યાસક્રમ મુજબ એટલે કે માર્ચ 2019 માં અમલી હતો તે મુજબ પરીક્ષા લેવામાં આવશે

(2) વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર પધ્ધતિ અગાઉના અનુતિર્ન (N.I ) ઉમેદવારોની માર્ચ 2020 નવા અભ્યાસક્રમ ( N.C.E.R.T.) એટલે કે માર્ચ 2020 માં જે અમલી હોય તે અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે

(3) ઉપરોક્ત બંને પ્રકારના માર્ચ 2020 માં પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો માટેના આવેદનપત્ર ના નમૂના બોર્ડ બેવસાઈટ www.gseb.org પર મુકવામાં આવેલ છે તે ભરી શાળાના આચાર્યશ્રી ના સહી સિક્કા કરાવી નિયત પરીક્ષા ફીનો રાષ્ટ્રીયકૃત બેન્ક નો " સચિવશ્રી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના હોદ્દાજોગ નો ડિમાન્ડ ડ્રાફ્ટ તથા જરૂરી આધારો સાથે આવેદનપત્રની ફાઇલ બોર્ડની કચેરીમાં રૂબરૂ તા.5.12.2019 સુધી જમા કરવાની રહેશે જેની શાળાના આચાર્યોઓ વાલીઓ તેમજ વિધાર્થીઓએ ખાસ નોધ લેવા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારા અખબારી યાદીમાં જણાવેલ છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..