Back

ચિલ્ડ્રન હોમ,આહવા ખાતે આંતરરાષ્ટ્રિય બાળ અધિકાર દિવસની ઉજવણી.

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

આપણાં બાળકોને સારી સુવિધા આપીએ છે તેવી જ સરકારશ્રી દ્વારા આદર્શ વ્યવસ્થા કરવામાં આવી છે. - કલેકટર શ્રી એન.કે.ડામોર

આહવાઃ તાઃ ૧૯ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે આંતરરાષ્ટ્રિય બાળ અધિકાર દિનની ઉજવણી ચેરમેન,બાળ સુરક્ષા એકમ-વ-કલેકટરશ્રી એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બીબીબેન ચૌધરી, ચાઈલ્ડ વેલફેર કમિટિના પ્રમુખ શ્રીમતિ જશુબેન સહારેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

બાળસુરક્ષા એકમના ચેરમેન અને કલેકટર શ્રી એન.કે.ડામોરે આંતરરાષ્ટ્રિય બાળ અધિકાર દિવસની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આપણે પોતાના બાળકોને સુવિધા આપીએ છે તેવી જ આદર્શ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. આ બાળકોને હસતા,રમતા અને વાંચતા શિખવાડીએ તો સમાજમાં તેઓ સ્વમાનભેર જીંદગી જીવી શકશે. સરકાર,વહીવટી તંત્ર અને સંસ્થાઓની મદદથી આ બાળકોને નાગરિક તરીકેના હક્કો,અધિકાર મળવા જોઈઅ. ત્યારે જ સાચા અર્થમાં બાળ અધિકાર દિવસથી ઉજવણી સાર્થક ગણાશે.

નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.કવાએ જણાવ્યું હતું કે આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું છે. બાળકોમાં આઈ.ક્યુ ની સાથે ઈ.ક્યુ. પણ જોવો રહ્યો આપણું કાર્ય બાળકોને લક્ષ્ય સુધી પહોંચાડવાનું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે દેશની તાકાત દેશની યુવા પેઢી ઉપર આધારીત છે. બાળકો સુરક્ષિત રહે અને શિક્ષિત હોવા જોઈએ. ચાઈલ્ડ વેલફેર કમિટિના પ્રમુખ શ્રીમતિ જશુબેન સહારે એ જણાવ્યું હતું કે આપણે બાળકો માટે સારી અને સુંદર કામગીરી કરીશું. આપણે બાળકોનું હિત અને ભવિષ્ય જોવાનું છે.અહીં ડ્રોપ આઉટ થયેલ બાળકો આવે છે જેથી થોડી મુશ્કેલીઓ પડે છે. સરકારશ્રીની પુનઃસ્થાપન યોજના દ્વારા બાળક કુટુંબમાં રહે તેવી વ્યવસ્થા પણ કરાય છે. જ્યારે પાલક માતા-પિતા યોજના દ્વારા બાળકના શિક્ષણ માટે પાલક માતા-પિતાને દર મહિને રૂા.૩૦૦૦ સહાય આપવામાં આવે છે. વધુમાં ચિલ્ડ્રન હોમના બાળકોને સારી સ્કુલોમાં પ્રવેશ આપવામાં આવતો નથી એમ કલેકટરશ્રીને રજૂઆત કરી હતી.

દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠીયાએ સ્વાગત પ્રવચન દરમિયાન કહયું હતું કે અહીં કુલ-૩૮ બાળકો છે. બાળકો સાથે રહી બાળકોનો વિકાસ કરીએ. કોઇપણ બાળક પોતાના અધિકારથી વંચિત ન રહે જાય તે આપણે જોવાનું છે.

આંતરરાષ્ટ્રિય બાળ અધિકાર દિવસની ઉજવણી પ્રસંગે ચિલ્ડ્રન હોમના તમામ બાળકોને મા અમૃતમ યોજનાના લાભ માટે મા કાર્ડનું વિતરણ કરાયું હતું. તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોષી,૧૮૧ ટીમ, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ટીમ,ચાઈલ્ડ વેલફેર કમિટિના સભ્યો સહિત ચિલ્ડ્રન હોમના તમામ કર્મચારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..