Back

ટંકારા તાલુકામાં ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ માટે રાત્રી સભા યોજાઇ





ટંકારા  તાલુકામાં ડેન્ગ્યુ રોગચાળો ન ફેલાય તે માટે લોકોને સાવચેતીરાખવા  માટે નકામા પાણીના પાત્રો જેવા કે ટાયર ખુલ્લા પાણીના ટાંકા પક્ષી કુંડ વગેરેમાં ડેન્ગ્યુ મચ્છર થતા હોય છે તે અટકાવવા માટે લોકોમાં જન જાગૃતિ આવે તે માટે થઈને ફિલ્મ પ્રોજેક્ટ દ્વારા ડેન્ગ્યુ અંગેની ટૂંકી ફિલ્મો બતાવીને લોકોમાં જન જાગૃતિ અંગે રાત્રી સભાઓ કરવામાં આવેલ તેમાં લોકોએ બોહોળી  સંખ્યામાં લાભ લીધેલ અત્યાર સુધીમાં ટંકારા તાલુકામાં સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નેસડા( સુ) નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી નેસડા ખાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ટંકારા તથા લજાઈ ગામે રાત્રી સભા યોજાઇલ આ રાત્રી સભાઓમાં ડોક્ટર ભાસ્કર વીરસોડીયા ડોક્ટર આશિષ સર સાવડીયા ડોક્ટર રાધિકા વડાવીયા સુપરવાઇઝર પટેલ હિતેશ કે જાવિયા સુરેશભાઈ મસોત મનસુખભાઈ રેનીસ કડીવાર તથા સ્ટાફ દ્વારા લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ..

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..