Back

વાગરા નવિનિકરણ પામેલ મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરી વાગરાનું જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ


વાગરા નવિનિકરણ પામેલ મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરી વાગરાનું જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ 

સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ના આવકરૂપે રાજ્યની મહેસુલી આવકના મુખ્યસ્ત્રોત સમાન દસ્તાવેજની નોંધણી અને તેને સંલગ્ન કામગીરી અર્થે કચેરીમાં આવતા અરજદારો, જાહેરજનતા અને મૂળભૂત સુવિધાઓ આપવાના અભિગમ અને આશ્રયથી રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા નોંધણી વિભાગની સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી તરીકે સગવડદાયક બનાવવા અંગેના પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરી વાગરાની પસંદગી કરવામાં આવેલ અને તે માટે અંદાજે રૂ..24,50,000/- ના ખર્ચે પૂર્ણ થયેલ નવિનીકરણ પામેલ મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરી વાગરાનું લોકાર્પણ કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ વેળાએ પ્રાંત અધિકારી દેસાઈ, નોંધણી નિરીક્ષક, મામલતદાર મિતેષ વસાવા, સબ રજીસ્ટ્રાર  એફ.એ.પટેલ સહિત તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કચેરીનું રિબિન કાપીને લોકાર્પણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરએ સબ રજીસ્ટ્રાર કચેરીનું નિરીક્ષણ કરતાં જણાવ્યું કે સુવિધાયુક્ત કચેરી બનેલ છે ત્યારે કોઈપણ અરજદારને તકલીફનો સામનો ન કરવો પડે તે રીતની કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો

 ઉલ્લેખનીય છે કે સબ રજીસ્ટ્રાર કચેરી વાગરા આઝાદી પૂર્વેથી જ તાલુકામથક વાગરા કાર્યરત છે કચેરીમાં સરેરાશ વાર્ષિક 2200 દસ્તાવેજોની નોંધણી થાય છે જેના દ્વારા સરકારને વાર્ષિક રૂ..14,12,17,800/- ની સ્ટેમ્પ ડ્યુટી અને વાર્ષિક રૂ..2,25,64,700/- ની નોંધણી ફી મળી કુલ રૂ..16,37,82,500/- ની સરેરાશ વાર્ષિક આવક મળે છે કચેરીમાં દસ્તાવેજની નોંધણી, રેકર્ડશોધ, ઈન્ડેક્ષ અને દસ્તાવેજની નકલો જેવી કામગીરી અર્થે પ્રતિદિન 50 થી 100 પક્ષકારોની અવર-જવર રહે છે પ્રધાનમંત્રીના ડીજીટલ ઈન્ડિયા કન્સેપ્ટની પરિપૂર્ણતા અને પ્રગતિ અર્થે ડીજીટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ચૂકવણી ઓનલાઈન ઈ-ચલણ દ્વારા કરી ડાયરેક્ટ સાયબર ટ્રેઝરીમાં જમા કરાવવાની કાર્યવાહી અર્થે અત્યાર સુધીમાં કુલ 54 કેસોમાં રૂ..13,76,75,405/-  ની રકમ ઈ-પેમેન્ટ મેળવવામાં આવેલ છે નવિનીકરણ પામેલ સબ રજીસ્ટાર કચેરીમાં ઓનલાઈન ટોકન આપવાની તથા વહેલા તે પહેલાના ધોરણે દસ્તાવેજોને નોંધણીની કામગીરી ઓનલાઈન ગરવીના પ્રોગ્રામમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે જે દરમિયાન દસ્તાવેજની રજૂઆત, કબૂલાત, ફોટો અને અંગુઠાની છાપ તથા વિડિયો રેકોર્ડીંગ અંગેની કામગીરી કરવામાં આવે છે વાતાનુફુલિત અને આરામદાયક પ્રતિક્ષાખંડની સગવડ રાખવામાં આવે છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..