Back

હેલ્મેટ કાયદો : શાંત પ્રજાને છંછેડવાનું જોખમી સાબિત થશે કે શું ?

રાજકોટ : આજે ચારે તરફ હેલ્મેટ હેલ્મેટ થાય છે અને જો અત્યારે રસ્તા પર જાતા માણસોનું બ્લડ પ્રેસર ચેક કરવામાં આવે તો ૯૦ નું હાઇ જ આવે... હેલ્મેટ પહેર્યું છે એનું પણ અને નથી પહેર્યું એનું પણ... કેમ કે પહેર્યું છે એને મુંજવણ થાય છે એટલે અને નથી પહેર્યું એને મેમાંનો ડર છે એટલે... ૧૦૦ માણસને રોકીને પુછવામાં આવે તો ૯૯ એમ કહેશે કે આ કાયદો અન્યાયી, અમાનવીય છે અને ગુજરાત સરકારની અને પોલીસની નીતિ મહદ અંશે લોકોની સુરક્ષાની નહીં પણ લોકોના ખિસ્સા ખાલી કરવાની છે એ સ્પષ્ટ જણાઈ આવે છે! પણ અચરજ એ થાય છે કે રોજના હજારો લોકો દંડાય છે તો પણ એક સમૂહ થઈને વિરોધ વંટોળ કેમ નથી થાતો ???

એકલ દોકલ સંગઠન કે વ્યકિત વિરોધ કરે છે પણ એનું બિચારાનું શું આવે? બાકીના બધા નમાલા થઈ ગયા છે કે પછી ડરી ગયા છે કે પછી પોતાના બાળકોના પેટે પાટા બાંધીને આ ખાઉધરા શાશકોના ઘર ભરવામાં પુણ્ય સમજે છે? એક સિમ્પલ વાત છે કે મ્યુનિસિપલ એરીયામાં દરેક જગ્યાએ ૧૦૦ મીટરના અંતરે સ્પીડબ્રેકર  મુકેલા છે જે બધા જ ટૂ વ્હિલરની સ્પીડને કંટ્રોલમાં રાખે છે તો સરકારી કે આર.ટી.ઓ. એજન્સી કે કાયદાનું પાલન કરાવનાર દરેકે એટલું તો મગજ દોડાવીને શહેરમાં હેલ્મેટની જીદ ના રખાય.

પ્રજા ઉપર આવા નીયમ થોપવાને બદલે આર.ટી.ઓ.ના નિયમ સરળ કરો ને તેમના ચાર્જમા રાહત આપો. વીમો સસ્તો કરો. લાઇસન્સ સરળતાથી અને ત્વરીત મળી જાઇ એની વ્યવસ્થા કરો. ફોરેનની અન્ય કંટ્રીમા જેવી રીતે કાયદા કડક હોય છે એવી રીતે ત્યાની વ્યવસ્થા અને સગવડ સવલતો પણ સારી હોય છે અને સરળ હોય છે. ફોરનની ઓફીસોમા પ્રજાના કામ કેટલા જડપથી અને આસાનીથી થાય છે. ત્યાના રોડ રસ્તા ટ્રાફીક નિયમનની વ્યવસ્થા અને પાર્કીગ જેવી સગવડોનંુ પુરતુ આયોજન હોય છે. આવી સગવડો અહી નથી અને ઉપરથી દંડના ડામ દેવાના.



રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..