Back

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ માં જાણીતા એન્કર ભૂષણ મેહતા કરશે ફિલ્મ હેલ્લારો ની ટીમ સાથે ગુફ્તગુ...

અમદાવાદ ખાતે તા. ૧૭ નવેમ્બર ના રોજ યોજાનાર અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ માં જાણીતા એન્કર ભૂષણ મેહતા કરશે ફિલ્મ હેલ્લારો ની ટીમ સાથે ગુફ્તગુ...


દર વર્ષે અમદાવાદ ખાતે યોજાનાર અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ માં ગુજરાતી ભાષા ના જાણીતા સાહિત્યકાર, કવિઓ અને ગુજરાતી લેખકો સાથે ફિલ્મ ના અભિનેતા દિગ્દર્શકો અને ગુજરાતી સાહિત્ય જગત સાથે જોડાયેલ લોકો સાથે અમદાવાદ અને ગુજરાત ની સાહિત્ય પ્રેમી જનતા માટે આ ફેસ્ટિવલ એક ઉત્સવ સમાન બની રહેતો હોય છે. 


જેમાં ગુજરાતી મનોરંજન અને સાહિત્ય જગત ના વિવિધ કલાકારો ના કાફલા આપને જોવા અને સાંભળવા મળે છે. 


આ જ કાર્યક્રમ માં આજે  જાણીતા એન્કર ભૂષણ મેહતા કરશે નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ હેલ્લારો ના દિગ્દર્શક અભિષેક શાહ અને તેમની ટીમ સાથે કરશે આ ફિલ્મ વિશે ની વાતચીત લાઈવ ઓન સ્ટેજ. 


આ ફિલ્મ કઈ રીતે બનાવવા માં આવી અને તેના વિવિધ કલાકારો વિશે ની જાણી અજાણી વાતો સાથે જ આ ફિલ્મ ની વાર્તા તથા તેને લગતા કાર્ય ની વાતચીત.. 


BY

NK Entertainment

guj.nkentertainment@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..