Back

સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વ્રારા “આયુષ્માન ભારત” યોજનાના લાભાર્થીઓ સાથે યોજાયો સંવાદ

આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મેળવેલ જામનગર સંસદીય વિસ્તારના લાભાર્થીઓ સાથે જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા તેમના નિવસસ્થાને પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મળી કુલ ૫૦ થી પણ વધારે લાભાર્થીઓ હાજર રહી તેઓએ તેમના પ્રતિભાવો સાંસદશ્રી પૂનમબેન માડમ સમક્ષ રજુ કર્યા હતા. લાભાર્થીઓએ સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાને સામાન્ય માનવી માટે આશીર્વાદરૂપ ગણાવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાંસદશ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત લાભાર્થીઓના પ્રતિભાવો મેળવી જણાવ્યું કેકેન્દ્વ સરકાર દ્વારા વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજના શરૂ કરેલ છે. જેનો લાભ હાલ ભારતના નાગરિકો લઈ રહેલ છે. ગુજરાત રાજ્ય સરકારના “માં” યોજનાના લાભાર્થીઓને પણ આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે.

 કેન્દ્વ તથા રાજ્ય સરકાર છેવાડાના માનવીની આરોગ્યની સુખાકારી માટે હંમેશને માટે ચિંતીત છે તેમ જણાવી સાંસદશ્રી પૂનમબેન માડમે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને કોઈપણ જગ્યાએ તકલીફ પડે તો તેમનો અથવા જિલ્લા આરોગ્ય કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું


જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..