Back

રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા નાં હસ્તે જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ


 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૧ અને ૮માં અંદાજીત રૂ.૨૬ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં શીવનગર સોસાયટીમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૪.૫ લાખવોર્ડ નં.૮માં માધવબાગ-૧માં માધેશ્વર મંદિરના કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૫ લાખવોર્ડ નં.૮માં સરદાર નગરમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૬.૮૦ લાખના મળી કુલ અંદાજીત રૂ. ૨૬ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.  

આ તકે તેમની સાથે જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષીશાશક પક્ષના નેતાશ્રી દિવ્યેશભાઇ અકબરીઅગ્રણીશ્રી વિમલભાઇ કગથરાશહેરના વિવિધ વોર્ડોના કોર્પોરેટરો તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..