Back

રાફેલ મુદ્દે રાહુલ ગાંધીએ જુઠાણું ફેલાવવા બદલ ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

રાફેલ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જુઠા બફાટ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગે તેવી માંગણી સાથે આહવાની કલેકટર કચેરી સામે ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો

ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ ગતરોજ કલેકટર કચરી સામે રાફેલ મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા પાયાવિહોણા એલફેલ નિવેદનો સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજી ૧૪ નવેમ્બર ૧૦૧૯ એ દેશની સર્વોચ્ચ ન્યાયાલય કોર્ટ દ્વારા રાફેલ વિમાન પર પૂન વિચારણા કરવા અંગે ની વિવિધ અરજીઓ ને ફગાવી દેવામાં આવી અને સર્વોચ્ચ ન્યાયાલય પોતાના નિર્ણય આ વિષય ની તપાસ અંગે ની માંગ ને બિન જરૂરી ગણાવી રાફેલ સોદાની પ્રક્રિયા યોગ્ય અને પારદર્શક થઈ છે તેઓ નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આ પહેલા પણ ડિસેમ્બર ૨૦૧૮ માં આપેલો છે
આ વિષય અંગે ન્યાયાલય દ્વારા અગાઉ પણ કોંગ્રેસ ની સામે ફિટકાર લગાવવામાં આવેલી છે ૧૪મી. નવેમ્બરે ફરી સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય કોંગ્રેસ દ્વારા જુઠા અને પાયાવિહોણા નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત થાય છે .કોંગ્રેસ પક્ષના નેતા તાત્કાલિક અધ્યક્ષ દ્વારા સંસદમાં અને જાહેર મંચ પરથી લોકસભા ચૂંટણી પૂર્વે અને પ્રચાર દરમિયાન સતત જૂઠું બોલી ને વડાપ્રધાન અંગે મર્યાદા શબ્દનો પ્રયોગ કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે એના અંતર્ગત આજે ડાંગ જિલ્લાના ભાજપના બાબુરાવભાઈ ચોર્યા કિશોરભાઈ. ગિરીશભાઈ. વિજયભાઈ પટેલ. અને ભાજપના દરેક સભ્યો કાર્યકરોની ઉગ્ર માંગ છે કે કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી દેશની પ્રજા ને જુઠા નિવેદનો આપી ગેરમાર્ગે દોરવા બદલ સાર્વજનિક રીતે જાહેરમાં દેશ અને જનતાની સામે માફી માંગવી જોઈએ એવી માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યું

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..