Back

ગામડાઓમાંથી ૬૦ દિવસમાં દબાણ હટાવવા સરપંચ તલાટીઓને ડી ડી.ઓ નો આદેશ

અહેવાલ ભરતસિંહ ઠાકોર વાત્સલ્ય ન્યૂઝ મેઘરજ

કાચો પાકો દબાણ દૂર ન  થવાથી સૌથી વધારે ફરિયાદો આવે છે

ડી.ડી.ઓ.ના હુકમ થી ફફડાટ

ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો અને તલાટીઓ દ્વારા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવતા નહિ હોવાની ફરિયાદો સૌથી વધુ આવે છે આથી આગામી ૬૦ દિવસમાં કાચાપાકા દબાણોને દૂર કરવા જિલ્લાના 308 ગામોના સરપંચ તલાટી ઓની ડીડીઓએ આદેશ કર્યા છે

ગામડાઓમાંથી કાચાપાકા દબાણોને દૂર કરવામાં આવતા નહિ હોવાની સૌથી વધારો ફરિયાદો ઉઠતી હોવાનું જિલ્લા સરપંચો તલાટીઓ માટે યોજાયેલા વર્કશોપના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું ગામડાઓમાંથી ગૌચરનું દબાણ તથા ગ્રામતળ ની જમીન બિનકાયદેસર નું દબાણ હટાવવા આદેશ અપાવું અપાયો છે

ગામડાઓમાંથી દબાણ દૂર કરવાની આવતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આગામી ૬૦ દિવસમાં જિલ્લાના તમામ ગામોમાંથી સરપંચ અને તલાટીઓ સર્વે કરીને કાચા પાકા તેમજ પાકા દબાણને દૂર કરવાનો આદેશ  જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો હતો ઉપરાંત ગામના સેઝામાં આવતા તમામ દબાણોને દૂર કરવા જણાવ્યું હતું તેમાંથી કેટલા દબાણો દુર કર્યા તેનો રિપોર્ટ કરવા ટીડીઓની સૂચના આપી હતી

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..