Back

મોરબીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે નાટક ભજવાશે

મોરબીમાં સનાતન ધુન મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તા.૧૮-૧૧-૨૦૧૯ સોમવારના રોજ રાત્રે ૯ કલાકે સત્યમ્ વિદ્યાલય પાસે રાજનગર ખાતે સત્ દેવીદાસ ગૌ સેવા ગૃપ રવાપર દ્વારા નાટક રા નવઘણ યાને કી આહિરની ઉદારતા ભજવવામાં આવશે. અને આ નાટક મોરબીમાં ૨ વર્ષથી અબોલ જીવ માટે સતત મહેનત કરતી કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે ભજવવામાં આવશે. આ નાટકને નિહાળવા સનાતન ધુન મંડળ-મોરબી દ્વારા સર્વધર્મપ્રેમી જાહેર જનતાને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..