Back

નવયુગ વિદ્યાલય - જંબુસર માં બાળ અધિકાર જાગૃતિ કાયૅક્રમ નું આયોજન થયું.

૧૯૩૧ માં મહાત્મા ગાંધીજી એ બાળ અધિકારોની વાત કરતા દસ્તાવેજ માં હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત ગાંધીજી ની ૧૫૦મી ગાંધી જયંતી નિમિત્તે બાળ જાગૃતિ યાત્રાનું આયોજન બાળ અધિકાર સમુહ ગુજરાત સમિતી ધ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે કન્વીનર શ્રી રાજેશભાઇ ભટ્ટ, નિવૃત પ્રોફેસર શ્રી બી. આર. ત્રિવેદી સાહેબ, શાળા ના મંત્રી શ્રી ભુપતસિંહ ચૌહાણ, શ્રીમતી ચંદ્રીકાબેન તથા શ્રી શાંતિલાલ બંધારીયા વગરે એ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વધુંમા આ પ્રસંગે સુંદર નાટક , પ્રદર્શન અને વિધાર્થીઓ ને પત્રિકાઓ આપી બાળ અધિકાર ની માહિતી આપવામાં આવી હતી. આમ આ કાર્યક્રમનો જે હેતું હતો તેમાં સફળતા મળી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળાના ઉત્સાહી આચાર્ય હિતેન્દૃસિંહ ઠાકોર નો સિંહ ફાળો રહ્યો હતો સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ શાળાના આચાર્ય એ જ સંભાળ્યું હતું.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..