Back

જામનગર એલ. સી. બી. પોલીસે છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને કર્યો ઝબ્બે

જામનગરમા આજથી પાંચ વર્ષ પહેલા  પ્રવિણ ધીરજભાઇ સોનીની પુત્રી ને આરોપીઓ અવાર નવાર ધાક ધમકી આપી તેમની ઉપર બળાત્કાર કરી મારી નાખવાની ધમકી આપી જે કારણે ભોગ બનનાર દવા પી લેતા જેમાં ફરીયાદીએ ફરીયાદમાં આરોપી તરીકે 

( ૧ ) બાબુ દેવા કનારા 

( ૨ ) પરેશ હાથલીયા 

( ૩ ) અનીલ મેર 

( ૪ ) અનીલ હાથલીયા

ના નામો જાહેર કરેલ હતા અને તપાસ દરમ્યાન બાબુ કનારા, પરેશ હાથળીયા અને અનિલ મેર પકડાઇ ગયેલ હતા . અને આરોપી અનીલ ભાયા હાથલીયા છેલ્લા પાંચ વર્ષ થી નાસતો ફરતો રહેલ હતો . દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ ધાધલ , ભગીરથસિંહ સરવૈયા તથા અજયસિંહ ઝાલા ને બાતમી ને આધારે આરોપી અનીલ ભાયાભાઇ હાથલીયા રહે . જામનગર વાળો સમર્પણ સર્કલ થી બેડી બંદર રોડ તરફ ચાલીને જતો હોવાની હકિકત હોય આરોપીને પકડી પાડી મજકુરની I/C પોલીસ ઇન્સ. કે. કે. ગોહીલ એ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . મજકુર નાસતા ફરતા દરમ્યાન રાજસ્થાન , મધ્યપ્રદેશ , અમદાવાદ , ગાંધીનગર , નડીયાદ , જુનાગઢ મુકામે આશ્રય લીધેલ હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળેલ છે.

આ કાર્યવાહી I/C પો. ઇન્સ. કે. કે. ગોહીલ, પો. સ. ઇ. આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા , બસીરભાઇ મલેક , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , નાનજીભાઇ પટેલ , ભગીરથસિંહ સરવૈયા , હરદીપભાઇ ધાધલ , હીરેનભાઇ વરણવા , દિલીપભાઇ તલાવડીયા ફિરોજભાઇ દલ , ખીમભાઇ ભોચીયા , લાભુભાઇ ગઢવી , વનરાજભાઇ મકવાણા , પ્રતાપભાઇ ખાચર , નિર્મળસિંહ બી . જાડેજા , અજયસિંહ ઝાલા , અશોકભાઇ સોલંકી , મીતેશભાઇ પટેલ , નિર્મળસિંહ એસ . જાડેજા , બળવંતસિંહ પરમાર , લક્ષ્મણભાઈ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ . બી . જાડેજા તથા અરવીંદગીરી , ભારતીબેન ડાંગર , વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..