Back

કેવડિયા નજીકના પ્રોજેક્ટો પર લાખોના સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ : સુરક્ષા ઉપર અનેક સવાલો...!!!

કેવડિયા નજીકના પ્રોજેક્ટો પર લાખોના સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ : સુરક્ષા ઉપર અનેક સવાલો...!!!

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જીલ્લા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા તરફ લોકો ની અવર જવર પણ બમણી થઈ હોય એ તરફ ચોરીઓ નું પ્રમાણ પણ વધી રહ્યું હોય પોલીસ ની ઊંઘ હરામ થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા નજીક ના વાગડીયા ગામ પાસે આવેલી એલ એન્ડ ટી કંપની ની ઓફીસ સામેના પાર્કિંગમાં મુકેલ હેલોજન લાઈટ નંગ તથા ટાવર -૧ તેમજ રેવા ભવન પાર્કીંગમાં મુકેલ બે લાકડાના ટેબલ મળી કુલ રૂપીયા ૩૫,૪૦૦/- ના સામાન ની કોઈ ચોરી કરી ગયું હતું.


જ્યારે બીજી ચોરી વાઘડીયા પાસે આવેલ પામ આઇલેંડ તથા સર્કીટ હાઉસના રોડની બન્ને સાઇડ તરફ થઈ હતી જેમાં સરદાર સરોવર નર્મદા નીગમમા સ્ટેચ્યું સ્ટેચ્યુ ઓફ યુનીટીની આજુબાજુ આવેલા પ્રોજેક્ટ માંથી ડેકોરેટ લાઇટીંગ સર્કીટ હાઉસ ખાતે લગાડી હતી જેમાથી ૧૪ એલ.ઇ.ડી ફ્લડ લાઇટ જેમાં એક ની કી.રૂ,૧૯,૦૦૦/- લેખે ૧૪ લાઇટની કી.રૂ.૨,૬૬,૦૦૦/- તથા જંકશન બોક્ષ ની એક જેની કી.રૂ.૫૦૦૦/- લેખે કુલ કી. રૂ.૨,૭૧,૦૦૦/- ની ચોરી કોઇ અજાણ્યા ચોર ચોરી કરી જતા બન્ને ચોરી બાબતે કેવડિયા પો.સ્ટે. માં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..