Back

અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો.

પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ પટેલને મળેલ બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામે તાપસ કરતા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો-ફરતો આરોપી વિકેશ કનુભાઈ ભીલ (ઉ. વ.૨૦, ધંધો, ખેત મજૂરી, રહે. નખલપુરા, નસવાડી, જી. છોટા ઉદેપુર, હાલ રહે. કોલીથડ, ચંદુભાઈ પટેલની વાડીએ, તા. ગોંડલ) તથા ભોગ બનનાર બંને મળી આવતા આરોપીની ધોરણસર અટક કરવામાં આવી હતી તેમજ ભોગ બનનારને તેના વાલીને સોંપવા અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ હતા.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..