Back

સરકારે જાહેર કરેલ સહાય પેકેજ પર્યાપ્ત ના હોવાનો પ્રવીણ રામનો દાવો

 

ખેડૂતો માટે સરકારે વિશેષ પેકેજની જાહેરાત કરતા પ્રવીણ રામે એમને આવકારી ખેડૂતો માટે હજુ વધુ પેકેજની કરી માંગ

કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર દ્વારા 700 કરોડની જાહેરાત કરવામાં આવી છે, આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં 11 તારીખે  કેશોદ ખાતે વિશાળ કિસાન વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી પૂર્ણ થયા બાદ મામલતદાર મારફત આવેદન મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું હતું , આ આવેદનમાં વિશેષ પેકેજ ની અને જેમણે પ્રીમિયમ ના ભરેલું હોય એવા ખેડૂતોને પણ ન્યાય આપવાની  જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજ રોજ સરકાર દ્વારા ખેડૂતો માટે 700 કરોડ જેટલું વિશેષ પેકેજ જાહેર થતાં આંદોલનકારી પ્રવીણ રામે આ પેકેજને આવકારતા આ પેકેજ પર્યાપ્ત ના હોવાની વાત કરી છે, પ્રવીણ રામે ખેડૂતો માટે હજુ વધુ પેકેજની જાહેરાત કરવા તેમજ વીમા કંપનીઓ પાસે થી પૂરેપૂરો પાકવીમો અપાવવા સરકાર પાસે માંગ કરી છે