Back

અનુ.જાતિ પર થતા અત્યાચારના બનાવમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા રજુઆત

મોરબી ડો.બી.આર આંબેડકર કાર્યાલયના સામાજીક કાર્યકર મકવાણા ગૌતમભાઇ તથા રાઠોડ બીપીનભાઇ રાઠોડ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર અને પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. અને જણાવ્યું હતું કે, અનુસુચિતના માણસો સાથે હાલમાં પણ આભડછેટ અને જાતિપ્રત્યે અપમાનિત કરવાની ઘટનાઓ બની છે. ઘણા ગામોમાં અનુ.જાતિના માણસો ભયના માહોલમાં  જીવનજીવી રહ્યા છે. જેથી હાલમાં અનુસુચિત જાતિ પર થતા અત્યાચાર માં પોલીસ સ્ટેશનમાં અત્યાચાર બાબતની ફરિયાદ કરવા જતા અરજદારો સાથે પોલીસ દ્વારા અભદ્ર ભાષામાં વાત કરવામાં આવે છે. તેમને ડરાવી ધમકાવી ને ફરિયાદ લેવાને બદલે સામાવાળા સાથે મળીને પોલીસ સમાધાન કરાવી આપે છે. જેથી અનુ.જાતિના માણસો સાથે અત્યાચારના બનાવમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ લેવાના આદેશ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..