Back

વાલિયાના ચંદેરીયા ખાતે બિરસામુંડાની 144મી જન્મ જયંતિની ઉજવણી કરાશે.

વાલિયાના ચંદેરીયા ખાતે બિરસામુંડાની 144મી જન્મ જયંતિની ઉજવણી કરાશે.


- - વાલિયા તાલુકાના ચંદેરીયા ખાતે બી . ટી . એસ . દ્વારા ધરતીઆંબા બિરસા મુંડાની 144 મી જન્મ જયંતી અને ભીલીસ્થાન ટાઈગર સેનાના 5માં વર્ષના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે . આદિવાસી રીત રીવાજ પ્રમાણે ઓજારોની પૂજાવિધિ અને બિરસામુંડા ઓલ ઈન્ડિયા સ્પોર્ટસ એસોસીએશનનું લોકાર્પણ પણ કરવામાં આવનાર છે . આગામી તા . 15 નવેમ્બરે યોજાનારા કાર્યક્રમની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે . આજરોજ ચંદેરિયા સ્થિત વ્હાઈટ હાઉસ ખાતે આયોજન સંદર્ભે બેઠકનું આયોજવ કરવામાં આવ્યું હતું . વાલિયાના ચંદેરિયા ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભારતભરના આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે . કાર્યક્રમની પૂર્વ તૈયારી ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં ચાલી રહી છે . ઓજાર પૂજન કરવાનો મુખ્ય હેતુ આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવાનો છે . આ કાર્યક્રમમાં ગુજરાત , મહારાષ્ટ્ર , રાજસ્થાન , મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોના આદિવાસી સમાજના ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 144મી જન્મ જયંતી ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા આવશે.

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..