Back

બી.આર.સી.ભવન વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લામાં કાર્ય કરતા બાલમિત્રોની તાલીમ આયોજન કરવામાં આવેલ છે.

રામસિંહ મોરી. સુત્રાપાડા


સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા બહારના તેમજ ડ્રોપઆઉટ બાળકોને શિક્ષણના પ્રવાહ માં જોડવા તેમજ શિક્ષણની ગુણવત્તા વધારવા બી.આર.સી.ભવન વેરાવળ માં ગીર સોમનાથ જીલ્લા માં કાર્ય કરતા બાળમિત્રોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. તાલીમમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એસ. કૈલા સાહેબ ખૂબ સરસ શિક્ષણના ઉદાહરણો આપી બાળમિત્રોને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડેલ છે. તેમજ જિલ્લા કો.ઓ.નરેશ ભાઈ,બાબુ ભાઈ હાજર રહેલ હતા. સંપૂર્ણ તાલીમનું સુંદર આયોજન બી.આર.સી.કો.ઓ. ટપુ ભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે. અને બાળમિત્રોને ઉમદા શિક્ષણ આપવાનું કાર્ય તજજ્ઞ  ડૉ. પરેશભાઈ પંડ્યા અને રામ દેવસી ભાઈ એ કરેલ છે.