Back

ટંકારા માં કાળીચૌદશના દિવસે વર્ષો જુની ગેર માન્યતાઓને તિલાંજલી આપવાનો કાર્યક્રમ


ટંકારાની આર્ય વિદ્યાલયમાં વર્ષો જુની ગેર માન્યતાઓને તિલાંજલી આપવાનો કાર્યક્રમ યોજાશે. આગામી કાળીચૌદશની રાત્રે આર્યસમાજ ટંકારા(ત્રણ હાટડી) તથા આર્ય વિદ્યાલયમ્ ટંકારાના સંયુક્ત ઉપક્રમે કાળીચૌદશની વર્ષો જુની ગેર માન્યતાઓને તિલાંજલિ આપવાનો કાર્યક્રમ ઉજવાશે. જેમાં વિજ્ઞાન જાથાવાળા જયંતભાઈ પંડયા તથા તેમની ટીમ ઉપસ્થિત રહેશે. જેમાં દયાનંદ ચોકથી ભૂત-પ્રેતનું સરઘસ રાત્રે 8:30 કલાકે નીકળશે ત્યાંથી ઘેટીયાવાસ, ઉગમણાનાકે થઇ સ્મશાને સભાના રુપમાં કાર્યક્રમ થશે. જેમાં મેલીવિદ્યા, નનામી, કકળાટના વડા આરોગવામાં આવશે. ચોકમાં કુંડાળા, ચૂડેલ-ડાકણ વગેરે પર સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. 


આ કાર્યક્રમમાં જોડાવવા આર્યસમાજ ટંકારાનામંત્રીશ્રી દેવજીભાઈ પડસુંબિયા તથા દરેક આર્ય સદસ્યો અને આર્ય વિદ્યાલયમ્ ટંકારાના પ્રમુખશ્રી માવજીભાઈ દલસાણીયા તથા મંત્રીશ્રી મેહુલભાઈ કોરિંગા તરફથી સાદર આમંત્રિત કરવામાં આવેલ છે. સાથે આવો સાથે મળીને અંધશ્રધ્ધા મૂકત ભારત બનાવવા પ્રયાસ કરવા સંદેશો પાઠવવા અને ગેર માન્યતાને તિલાંજલી આપવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.



DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..