Back

અરવલ્લી જિલ્લા મા મામલતદાર કચેરીમા કામ કરતા સફાઈ કામદારો પગાર થી વંચિત

અહેવાલ 

દિવાળી નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કોઈ પણ વ્યક્તિ તહેવાર ઉજવણી મા પોતાની ખુશી વ્યક્ત કરતો હોય છે પરંતુ દિવાળી નો તહેવાર નજીક આવ્યો છતાં અરવલ્લી જિલ્લા મા મામલતદાર કચેરીમાં કામ કરતા સફાઈ કામદારો નો પગાર છેલ્લા 8 મહિનાથી થયો નથી દિવાળી નજીક આવી રહીછે ત્યારે કામદારો પગાર થી વંચિત છે જેના લીધે આજ રોજ અરવલ્લી જિલ્લામાં માલપુર, ભિલોડા, ધનસુરા, બાયડ મામલતદાર કચેરીના સફાઈ કામદારો નો પગાર થયો નથી જેના લીધે અરવલ્લી જિલ્લા ના કલેકટર અમૃતેશ ઐરંગાબાદકર શ્રી ને આવેદનપત્ર આપી ન્યાય ની માંગણી કરી હતી. 

ગુજરાત મા સરકારી કચેરીમા આઉર્ટસોસીંગ હેઠળ સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાક ધરાવતી એજન્સી દ્વારા શોષણ થતું જોવા મળે છે. જેના પગેલે મામલતદાર કચેરીમાં સાફ સફાઈ કરતા કામદારો ને સમય સર પગાર ન મળતા આવેદનપત્ર આપી ન્યાય ની માગણી કરી હતી 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )