Back

*જેતપુર તાલુકા શાળા નં:૧ માં યોજાઈ રંગોળી સ્પર્ધા.*

*જેતપુર તાલુકા શાળા નં:૧ માં યોજાઈ રંગોળી સ્પર્ધા.*

_બેટી બચાઓ બેટી પઢાઓ' અંતર્ગત વિવિધક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા સુંદર આયોજન._

તા.૨૧-૧૦-૨૦૧૯,જેતપુર.


જેતપુર તાલુકા શાળા નં:૧ માં વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં બળાઓએ વિવિધ રંગોળીઓ બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા એડવોકેટ સ્નેહલબેન પંડ્યા તથા સામાજિક કાર્યકર જિજ્ઞાબેન સરવૈયા,કાજલબેન નસીતએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ કેન્દ્રના જિલ્લા સંચાલક હોદેદારો છાયાબેન કેવૈયા અને હેતલબેન રોકડ હાજરી આપી હતી. જેતપુરના એડવોકેટ જીતેન્દ્ર લડવા તેમજ જીતેન્દ્ર પારધીએ ખડે પગે રહીને સહયોગ આપ્યો હતો.

બાળાઓને ઇનામ આપીને શાળા સંચાલકો અને આમંત્રિત મહેમાનો જૂનાગઢ PBSC ના સ્ટાફે કાર્યક્રમને શોભવ્યો હતો.

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..