Back

ટંકારામા ત્રણ દિવસથી ટેલિફોન ઈન્ટરનેટ બંધ તાકીદે ચાલુ કરવા માંગ



ટંકારામાં છેલ્લા ત્રણેક દિવસથી ટેલિફોન ઇન્ટરનેટ બંઘ છે અને વારંવાર બંધ થવાના કારણે મામલતદાર કચેરી ઈ.ઘરા તાલુકા પંચાયત સરકારી કચેરીઓમાં પાંચ દિવસથી B.S.N.L કપંની ના ટેલિફોન અને ઈન્ટરનેટ બંધ રહેવાના કારણે અરજદારોને ધક્કા ખાવા પડે છે. છંતા કોઈ રીપેરીંગ કાર્યવાહી થયેલ નથી. અને અરજદારોને પણ સરકારી અધિકારી કર્મચારીઓ ઉપર નેટ બંધ હોવાનું જણાવી કામ નહી કરતાં હોવાનો આક્ષેપો થય રહ્યા છે. ત્યારે વારંવાર બંધ થવાના કારણે ગૌતમભાઇ વામજાએ તાત્કાલીક ધોરણે ચાલુ કરવા માંગ કરી હતી. અથવા તો અન્ય કપંનીના ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે જેથી લોકોને સમસ્યાના પડે તેવી માંગ ઉઠાવી હતી.

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..