Back

શિનોર તાલુકાના કુક્સ ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાંથી એક છ ફુટનો મહાકાય મગર શિનોર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો.

શિનોર તાલુકા ના કુકસ ગામે એક ખેડૂત ના ખેતરમાં છ ફૂટ લંબાઈ કદ ધરાવતો મહાકાય મગર ઘૂસી આવતા શિનોર વન વિભાગ તેમજ રેસ્ક્યુ સેન્ટર વન વિભાગ વડોદરા દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.


વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ના કુકસ ગામ ની સીમમાં એક ખેડૂત પોતાના કપાસ ના ખેતરમાં દવા છટકાવ કરી રહ્યા.જે સમય દરમિયાન કપાસ ના ચાસ મા આશરે છ ફૂટ લંબાઈ ધરાવતો મગર નજરે પડતા ખેતરમાં કામ કરી રહેલા મજૂરો તેમજ ખેડૂત ભયભીત થઈ ગયા હતા.જેથી ખેડૂત દ્વારા આજુબાજુ ના ખેડૂતો ને ખેતરના મગર હોવાની જાણ કરતા મહેન્દ્રભાઈ દ્વારા તાત્કાલીક શિનોર વન વિભાગ ને જાણ કરવામાં આવતા શિનોર વન વિભાગના આર.એફ.ઓ સંજયભાઈ પ્રજાપતિ સહિત વન વિભાગ નો સ્ટાફ સાથે કુ ક સ ગામ ખાતે પહોંચી ગયા હતા.અને તાત્કાલિક રેસ્ક્યુ સેન્ટર વન વિભાગ વડોદરા ને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ સેન્ટર વન વિભાગ ના હેમંત વધવાણા સહિત તેઓની ટીમ ના સદસ્યો તાત્કાલિક શિનોર તાલુકા ના કુકસ ગામેં પહોંચી ને એક કલાક થી વધુ ની ભારે જહેમત બાદ મગર ને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને પીંજરામા પુરીને રેસ્ક્યુ સેન્ટર વન વિભાગ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યો હતો.ખેતરમા ઘૂસી આવેલા મગર નું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને ઝડપી પાડવામાં આવતા કુ ક સ ગામના ખેડૂતો મા રહેલો ડર દૂર થઈ જવા પામ્યો હતો.કુ ક સ ગામમાં ખેતરમાં મગર હોવાની વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં થતા ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મગર ને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવાની કામગીરી ઉપસ્થિત લોકો એ બિરદાવી હતી.અને શિનોર વન વિભાગ તેમજ રેસ્ક્યુ સેન્ટર વન વિભાગ વડોદરા નો આભાર માન્યો હતો.


ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..