Back

ઝઘડિયા તાલુકાના ગોવાલી અને મુલદ ગામના ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો દ્વારા વીજ કચેરી ખાતે રજુઆત

ઝઘડિયા તાલુકાના ગોવાલી અને મુલદ ગામના ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો દ્વારા ઝઘડિયા વીજ કચેરી ખાતે રજુઆત કરવામાં આવી


ઝઘડિયા વીજ કંપની રાણીપુરા ફીડરમાં સમાવિષ્ટ ગોવાલી મુલદ ગામના ખેતીવિષયક વીજ જોડાણના 

ખેડૂત ગ્રાહકોએ ઝઘડિયા વીજ કંપની પર ઉગ્ર રજુઆત કરી હતી . છેલ્લા પાંચ માસથી ખેતીવિષયક વીજ પુરવઠો બંધ રહેવાના કારણે મોટું નુકસાન થયું છે અને હાલમાં નવા વાવેતરને સિંચાઇની જરૂર હોઈ ઝઘડિયા વીજ કંપનીના કર્મચારીઓ વરસાદ બંધ થયાને એક માસ બાદ પણ વીજ પુરવઠો આપવામાં નન્નો ભણી રહ્યા છે સત્વરે વીજ પુરવઠો શરૂ કરવા માટે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને સુરત વિભાગીય વીજ કંપનીમાં પણ લેખિત રજૂઆત કરી છે. 


 ઝઘડિયા વીજ કંપનીના વિસ્તારમાં આવતા કેટલાક ગામોમાં વીજ પુરવઠો અટકતો નથી અને ગોવાલી મુલદ જેવા ગામોમાં વીજ પુરવઠો પાંચ પાંચ માસથી બંધ હાલતમાં છે તેમ નાયબ ઈજનેર સમક્ષ રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી અને મુલદ ગામના ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો દ્વારા આજરોજ ઝઘડિયા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ગોવાલી મુલદ ગામના ખેતીવિષયક જોડાણોનો વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે. છેલ્લા પાંચ માસથી ખેતીવિષયક વીજ પુરવઠો બંધ રહેવાના કારણે મોટું નુકસાન થયું છે અને હાલમાં નવા વાવેતરને સિંચાઇની જરૂર હોઈ ઝઘડિયા વીજ કંપનીના કર્મચારીઓ વરસાદ બંધ થયાને એક માસ બાદ પણ વીજ પુરવઠો યથાવત કરવામાં નન્નો ભણી રહ્યા છે સત્વરે વીજ પુરવઠો શરૂ કરવા માટે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને સુરત વિભાગીય વીજ કંપનીમાં પણ લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમો વ્યાજ સહીત વીજ બિલની રકમ ભરીએ છે તો અમોને પણ અમારા હક્કનો વીજ પુરવઠો પૂરતો મળવો જોઈએ. હાલમાં નર્મદામાં પૂરની પરિસ્થિતિ સમયે ખેતરોમાં પાણી ઘુસ્યા હતા માંડ માંડ પાણી ઓસરતાં નવી ખેતી ઉભી થઇ રહી છે નવું વાવેતર થઇ રહ્યું છે ત્યારે પાકને સિંચાઇની તાતી જરૂર છે ત્યારે વીજ પુરવઠો જ આવતો નથી અને  જો તાત્કાલિક સિંચાઈ નહિ મળે તો નવું વાવેતર નિષ્ફળ જશે એવી ભીતિ વ્યક્ત કરી હતી. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતુંકે વીજ કંપની દ્વારા દર વર્ષે આજ રટણ રટવામાં આવે છે કે ચોમાસા બાદ લાઈન ફૌલ્ટમાં છે તો ચોમાસા સિવાયના અન્ય આઠ માસ દરમિયાન વીજ કંપનીના કર્મચારીઓ શુ કરે છે ? ચોમાસાનું બહાનું કાઢી વાતને ટાળવાની કોશિશ વીજ કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ છટકવાની કોશિશ કરતા નજરે પડયા હતા. ગોવાલી મુલદના ખેડૂતોએ સત્વરે ખેતીવિષયક વીજ પુરવઠો શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર, વિભાગીય કચેરી સુરત, સર્કલ કચેરી ભરૂચ ને રજૂઆત કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચરી હતીકે જો તાત્કાલિક રાણીપુરા ફીડરનું સમારકામ કરી ગોવાલી મુલદના ખેતીવિષયક વીજ પ્રવાહ ચાલુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવા જણાવ્યું હતું.




રિપોર્ટ : ઈરફાન ખત્રી 

ઝઘડિયા 

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..